મહેસાણા | ધામણવાના રતનજી જવાનજી ઠાકોરે કે.વી.એલના હેતુ માટે નાણાની

Mehsana News - mehsana ratanji jawanji thakore kvl financing for kvl purposes 065633

DivyaBhaskar News Network

Oct 22, 2019, 06:56 AM IST
મહેસાણા | ધામણવાના રતનજી જવાનજી ઠાકોરે કે.વી.એલના હેતુ માટે નાણાની જરૂરીયાત હોઇ ધી ગુજરાત સ્ટેટ કો.ઓપ.એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલોપમેન્ટ બેંક લી.ની વિસનગર શાખામાંથી 26 ઓકટોમ્બર, 2015માં 2.30લાખની લોન લીધી હતી.લોનની રકમ વ્યાજ સાથે ના ચૂંકવનાર રતનજી ઠાકોરે રૂ. 1.31 લાખનો ગુજારત ગ્રામીણ બેંક ઉદલપુર શાખાનો ચેક આપ્યો હતો.જે પરત ફરતા બેંકના ધનજીભાઇ રામજીભાઇ પટેલે મહેસાણા ચીફ કોર્ટમા ફરિયાદ આપી હતી.મહેસાણા જ્યુડિશીયલ જજ ધીરજકુમાર બળદેવભાઇ રાજન સમક્ષ ચાલતા કોર્ટે રતનજી જવાનજી ઠાકોરને કસુરવાર ઠરાવી 1 વર્ષની કેદ અને ચેકની રકમ વળતરની રકમ હુંકમની તા.થી 30 દિવસમા અદાલતમા જમા કરાવવા અને જો રકમ ના ચૂકવે તો 4 માસની કેદની સજાનો હુંકમ કર્યો હતો.

X
Mehsana News - mehsana ratanji jawanji thakore kvl financing for kvl purposes 065633

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી