મહેસાણા નગરપાલિકાને એપ્રિલ 2018થી માર્ચ 2019 દરમિયાન મિલકત સહિતના

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મહેસાણા નગરપાલિકાને એપ્રિલ 2018થી માર્ચ 2019 દરમિયાન મિલકત સહિતના વેરા પેટે રૂ.16.02 કરોડ આવક થઇ છે. ઉલ્લેખનીય છે કે માત્ર માર્ચ મહિનામાં જ રૂ.85 લાખની વેરા આવક નોંધાઈ છે.

નગરપાલિકામાં રહેણાંક અને કોમર્શિયલ મળીને કુલ 80 હજાર મિલકતદારો નોંધાયેલા છે. જે પૈકી વર્ષ 2018-19 ના ચાલુ વર્ષમાં 79% વેરા વસુલાત થવા પામી છે. વર્ષ 2017- 18માં નગરપાલિકાને રૂ.15.40 કરોડની આવક થઈ હતી. જ્યારે વર્ષ 2018-19 માં આવક વધીને 16.02 કરોડ નોંધાઈ છે. છેલ્લા બે મહિનામાં વેરામાં રૂ.10 હજારથી વધુ બાકી હોય એવા 2400 મિલકતદારોને નોટિસ ફટકારી હતી. જેના પગલે માર્ચ મહિનાની અંદર જ નગરપાલિકાને રૂ.85 લાખની રિકવરી આવી હતી.

અન્ય સમાચારો પણ છે...