મહેસાણા મ્યુનિ. ગ્રાઉન્ડમાં જગ્યાના અભાવે ફટાકડા સ્ટોલ ખાનગી પ્લોટમાં

Mehsana News - mehsana muni fireworks stall in private plot due to lack of space in the ground 065610

DivyaBhaskar News Network

Oct 22, 2019, 06:56 AM IST
મહેસાણા શહેરમાં દિવાળીના દિવસો નજીક આવ્યા છે. ત્યારે ઠેરઠેર ફટાકડાના સ્ટોલ, લારીઓ, ફુટપાથ ઉપર ફટાકડાનું વેચાણ શરૂ થઇ ગયુ છે. જોકે દરવર્ષે મ્યુનિસીપલ ગ્રાઉન્ડમાં ફટાકડા સ્ટોલ માટે ફાળવાતી જગ્યા હવે ડેવલપમેન્ટના કારણે ફટાકડા માટે ફાળવાઇ નથી. એટલે હંગામી લાયસન્સ સાથે વેપાર કરવા ઇચ્છતા વેપારીઓ હાઇવેના ખાનગી પાર્ટીપ્લોટમાં ગોઠવાયા છે. બીજી તરફ શહેરમાં કાયમી લાયસન્સ ધરાવતા માત્ર 7 વેપારી છે છતાં શહેરના તમામ મુખ્ય રસ્તા સાઇડોમાં ફટાકડાની લારીઓ,સ્ટોલ ધમધમતા થઇ ગયા છે.

મહેસાણા પ્રાંત કચેરીના સુત્રોએ કહ્યુ કે, શહેરમાં હજુ એકપણ અરજદારને ફટાકડા વેચાણ માટે હંગામી લાયસન્સ અપાયુ નથી. વેપારી સોહરામભાઇ સીંધીએ કહ્યુ કે, ગતવર્ષે મ્યુનિસીપલ ગ્રાઉન્ડમાં અમે 17 થી વધુ વેપારીએ હંગામી લાયસન્સથી સ્ટોલ કર્યા હતા. આ વખતે જગ્યા ન હોઇ પરા તળાવ સ્થળ સુચવાયેલુ. ખાનગી પ્લોટમાં મોઘુ પડે તેમ હોઇ ઘણા વેપારીએ ફટાકડાનો માલ ન ભરી વેપાર ટાળ્યો છે.મ્યુનિસીપલ ગ્રાઉન્ડમાં જગ્યાના અભાવે આ વખતે હંગામી ફટાકડા સ્ટોલ માટે પ્રાંન્તમાં અરજી કરનાર વેપારીઓ પૈકી 8 જેટલાએ રાધનપુર રોડ ઉપર રામોસણા પંચાયત હદમાં આવેતા ખાનગી પાર્ટીપ્લોટમાં ફટાકડા સ્ટોલ શરૂ કર્યા છે.

X
Mehsana News - mehsana muni fireworks stall in private plot due to lack of space in the ground 065610

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી