તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મહેસાણા | મહેસાણા સ્થિત મોટીદાઉ પટેલ પરિવાર સમાજનું 20મું સ્નેહ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણા | મહેસાણા સ્થિત મોટીદાઉ પટેલ પરિવાર સમાજનું 20મું સ્નેહ મિલન મોટીદાઉ સ્થિત ગણપત મંદિરે દાતા પટેલ ચેલાભાઇ ગોપાળદાસના અધ્યક્ષ સ્થાને યોજાયું હતું. જેમાં ગામના પટેલ પરિવારના તેજસ્વી છાત્રોને પ્રમુખ ભગવાનભાઇના હસ્તે ઇનામો આપી સન્માનિત કરાયાં હતાં. તેમજ છેલ્લા બે વર્ષમાં સરકારી નોકરીમાં જોડાયેલા સમાજના ભાઇ-બહેનોનું શાલ ઓઢાડી બહુમાન કરાયું હતું. સમાજના આગેવાનોઅે બાળકોને ઉચ્ચ શિક્ષણ અને સ્પર્ધાત્મક પરીક્ષાઓ સાથે સારા સંસ્કાર આપવા તેમજ વધુમાં સરકારી નોકરીમાં જોડાય તેવી મહેનત કરવા અપીલ કરી હતી. કાર્યક્રમને સફળ બનાવવા મંત્રી પ્રવિણભાઇ તથા સંગઠન મંત્રી રમેશભાઇ તેમજ કારોબારી સભ્યોએ જહેમત ઉઠાવી હતી.

અન્ય સમાચારો પણ છે...