તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મહેસાણા મામલતદાર કચેરીએ બુધવારે પ્રાન્ત અધિકારીની અધ્યક્ષતામાં યોજાયેલ બેઠકમાં

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક

મહેસાણા મામલતદાર કચેરીએ બુધવારે પ્રાન્ત અધિકારીની અધ્યક્ષતામાં યોજાયેલ બેઠકમાં ગામ ખેતર સીમમાં વરસાદી પાણીના નિકાલમાં અવરોધરૂપ દબાણોના મુદ્દા ઉછળ્યા હતા. વિવિધ ગામને સ્પર્શતા 8 રજુ થયેલી ફરીયાદોમાં પરામર્શ કરીને સંબિધત વિભાગને નિકાલ કરવા સુચના અપાઇ હતી.

આખજ ગામમાં દબાણો ખુલ્લા કરાવી વરસાદી પાણી નિકાલ અને રખડતી ગાયોની ગંદકી અટકાવવા અંગે ગામની અંબિકાનગર સોસાયટીના ભરતકુમાર પટેલની અરજ રજુ કરાઇ હતી.જેમાં પંચાયત દ્વારા સરકારી જમીનમાં પાણી નિકાલ માટે સંસદ સભ્ય પાસે ગ્રાન્ટની માગણી કરાઇ છે. તેમજ ગાયોની અવરજવર માટે જાહેર રસ્તો હોઇ દિવાલ બનાવાની પરવાનગી પહેલા પ્રક્રિયામાં પંચાયત દ્વારા લોકોના વાંધા સુચનો માટે 30 દિવસનું જાહેરનામુ પ્રસિધ્ધ કરાયુ છે.દબાણકારોને 15 દિવસમાં જગ્યા ખુલ્લી કરવા 18 ફેબ્રુઆરીને નોટીસ ફટકારી હોવાની કાર્યવાહી બેઠકમાં તાલુકા પંચાયતના પ્રતિનીધીએ રજુ કરી હતી. છઠીયારડા રોડ પર બિનજરૂરી બમ્પ તેમજ ખરસદા થી વિરતાના રસ્તા ઉપર દબાણના કારણે પાણી નિકાલની સમસ્યા અંગે મુકેશભાઇ પટેલની ફરીયાદ રજુ થઇ હતી.જ્યારે ખરસદા વિરતા રસ્તાની બંન્ને બાજુ દબાણ હોઇ પાણી જવાના બંન્ને બાજુના બોરોપીટ માર્ગ બંધ થયા છે.જેમાં ડીઆઇએલઆર દ્વારા રસ્તાની માપણી કરવા નકશા,ફી સાથે પંચાયતનો ઠરાવ કરી આપો કે સરકારી ખર્ચે માપણીનો કલેકટરનો હુકમ મળ્યેથી રસ્તાની માપણી કરી અપાશે તેવો જવાબ રજુ થતા ગામ સીમમાં વરસાદી પાણી નિકાલનો માર્ગ પ્રક્રીયામાં અટવાયેલો રહ્યો છે.

ભેંસાણા મોદીપુરા રોડનું કામ અટવાયેલ હોઇ જશવંતસિહ જાડેજાએ ફરીયાદ રજૂ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો