તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મહેસાણા લોકસભા અને ઊંઝા વિધાનસભાની ચૂંટણીમાં આગામી 23મીએ થનાર

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મહેસાણા લોકસભા અને ઊંઝા વિધાનસભાની ચૂંટણીમાં આગામી 23મીએ થનાર મતદાનની 1864 બુથ પર પ્રિસાઇડીંગ, પોલીંગ, પ્યુન મળી કુલ 10,424 કર્મચારીઓ ફરજ બજાવશે. જેમાં 1864 મહિલા કર્મચારીઓ ફરજ બજાવશે. ઉપરાંત, જિલ્લા કક્ષાએ મહિલા મામલતદાર, ના.મામલતદાર તેમજ ચાર મહિલા મદદનીશ ચૂંટણી અધિકારી સહિત વિવિધ કામગીરીના નોડલની ટીમમાં મહિલા કર્મચારીઓ ફરજ બજાવી રહી છે.

જિલ્લામાં સાત વિધાનસભા ક્ષેત્રના કુલ 1864 મતદાન મથકમાં રિઝર્વ સાથે 2190 પ્રિસાઇડીંગ, 2190 ફર્સ્ટ પોલીંગ , 287 પોલીંગ, 3728 મહિલા પોલીંગ, 165 મહિલા કર્મચારી સખી મતદાન મથકમાં તેમજ 1864 સેવકના ફરજના હુકમ કરાયા છે. મતદાન મથકો પર મોટાભાગે આચાર્ય, શિક્ષકોને પ્રિસાઇડીંગ, પોલીંગ ઓફિસરની ફરજ સોંપાઇ છે. જેમને મતદાનની એક દિવસ પહેલાં મટિરિયલ સાથે બુથ પર રવાના કરવામાં આવશે. ઉપરાંત, પોલીસ, એસટી કર્મી સહિતના કર્મચારીઓ ચૂંટણી કામગીરીમાં કાર્યરત થશે.

અન્ય સમાચારો પણ છે...