તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મહેસાણા એલઆઇસી બ્રાન્ચની પશ્ચિમ ક્ષેત્રના પ્રબંધક સી વિકાસ રાવે મુલાકાત લીધી

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

મહેસાણા એલઆઇસીની પ્રથમવાર મુલાકાતે આવેલા પશ્ચિમક્ષેત્રના પ્રબંધક સી વિકાસ રાવે કેન્દ્ર સરકાર ભારતીય જીવન વિમા નિગમનો હિસ્સો વેચવાનું નક્કિ કર્યુ છે તેનાથી કેવી અસર પડશે તેવા સવાલના પ્રત્યુત્તરમાં કહ્યુ કે, લોકો એલઆઇસી શેર લીસ્ટીગની પ્રતિક્ષા કરી રહ્યા છે.સ્ટેટ બેંક પબ્લીક સેક્ટરનું જ છે અને લીસ્ટીગ છે, એમ એલઆઇસીમાં થશે.એલઆઇસી પબ્લીક સેક્ટરનું જ રહેવાનું છે, કોઇ ઇસ્યુ નથી.

ભારતીય જીવન વીમા નિગમ ની મહેસાણા શાખા માં પશ્ચિમ ક્ષેત્રના ક્ષેત્રીય પ્રબંધક સી વિકાસ રાવે મુલાકાત લેતા કહ્યુ કે વર્ષ 2019 માં તથા જાન્યુઆરી 2020 મા ભારતીય જીવન વીમા નિગમ વીમા ક્ષેત્રમાં સર્વોચ્ચ સ્થાન સાથે સૌથી ઉપરના ક્રમે રહેલ છે. બુધવારે મહેસાણા શાખાના વહીવટી તથા ફિલ્ડ ફોર્સના કર્મચારી અધિકારી અને શાખા કામગીરીની સમીક્ષા કરી હતી.મહેસાણા શાખા એ ચાલુ વર્ષે અત્યાર સુધીમાં પોલીસી ટાર્ગેટ 14256 અને નવું પ્રીમિયમ 52.0 4 કરોડ પૂર્ણ કરતાં મહેસાણા શાખાના ચીફ મેનેજર રાજીવ ગોસાઈ નું બહુમાન કર્યુ હતું.

એલ.આઇ.સી લિસ્ટીગની લોકો પ્રતિક્ષા કરી રહ્યા છે : અધિકારી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો