મહેસાણા | મહેસાણા પાલિકા વિસ્તારના અરવિંદ બાગ સહયોગ પાર્લરને બગીચાની

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણા | મહેસાણા પાલિકા વિસ્તારના અરવિંદ બાગ સહયોગ પાર્લરને બગીચાની મેન્ટેનન્સની જવાબદારી સાથે વેચાણ કેન્દ્ર બનાવાની પરવાનગી અપાઇ હતી. ફક્ત પાર્લર પૂરતુ ધ્યાન અપાયુ છે અને પાલિકાએ બગીચા ડેવલપ માટે રૂ. 22 લાખ ખર્ચ કર્યો હોઇ તે સહયોગ પાર્લરથી વસુલીને તે સંસ્થાને જવાબદારીમાંથી મુક્ત કરવા બે કોર્પોરેટર દ્વારા પ્રમુખ અને ચીફઓફીસરને રજૂઆત કરાઇ છે. પાલિકાના પૂર્વ ઉપપ્રમુખ અને સદસ્ય જયદિપસિંહ ડાભી, અમિત પટેલ દ્વારા સીઓને અરવિંદ બાગ ખાતે સહયોગ પાર્લરનો પાંચ વર્ષનો સમય 26 ડીસે. પૂર્ણ થયો છતા ચાલુ હોવા અંગે રજુઆત કરતા જણાવ્યુ કે, બાગના મેઇન્ટેનન્સની જવાબદારી સાથે વેચાણ કેન્દ્રની મંજુરી પણ ફક્ત વેપાર પુરતુ ધ્યાન આપ્યુ છે.

અન્ય સમાચારો પણ છે...