તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મહેસાણા સર્વમંગલ સોસા.માં ઘરમાં ઘૂસી રૂ. 1.65 લાખની મત્તાની ચોરી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણાના ધોબીઘાટ વિસ્તારની સર્વમંગલ સોસાયટીમાં રહેતા સોની વેપારીના મકાનમાંથી તસ્કરો રાત્રિ દરમિયાન દાગીના તેમજ રૂ.35 હજારની રોકડ મળી રૂ.1.65 લાખની મત્તા ચોરી ગયા હતા. જે અંગે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે.

સર્વમંગલ સોસાયટીમાં રહેતા દિનેશભાઇ રમણલાલ સોનીએ દાગીના અને રૂ.35 હજાર રોકડ ભરેલું પર્સ ઘરમાં લાકડાના કબાટમાં મૂક્યું હતું. રાત્રે 11 વાગ્યે ત્રણ રૂમમાં બધા સૂઇ ગયા હતા. તે દરમિયાન અજાણ્યા શખ્સોએ ઘરમાં ઘૂસી કબાટમાંથી પર્સ તેમજ ચોરખાનામાંથી દાગીના ચોરી ગયા હતા. ઘરનો દરવાજો પણ ખુલ્લો હતો. ઘરમાં ચોરી થયાનું જણાયું હતું. પરંતુ તે વખતે સામાજિક કામે તાત્કાલિક બહારગામ જવાનું હોઇ રવિવારે આવી ફરિયાદ કરી હતી. જેમાં સોનાની ચેઇન દોઢ તોલા રૂ.30 હજાર, સોની બુટ્ટી તથા પેન્ડલ ચાર ગ્રામ રૂ.10 હજાર, સોની બંગડીઓ 4 નંગ સવા ચાર તોલા રૂ.90 હજાર અને રોકડ રૂ. 35 હજાર મળી રૂ. 1.65 લાખની મત્તાની ચોરી અંગે ફરિયાદ નોંધાવતા પીએસઆઇ એમ.બી. વાઘેલાએ તપાસ હાથ ધરી છે. ગુનાનો ભેદ ઉકેલવા શકમંદની પૂછપરછ કરી તપાસ ચાલુ છે.

અન્ય સમાચારો પણ છે...