તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મહેસાણા, ડીસા| દક્ષિણ મહારાષ્ટ્રમાં સર્જાયેલ અપર એર સાયક્લોનીક સિસ્ટમના કારણે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણા, ડીસા| દક્ષિણ મહારાષ્ટ્રમાં સર્જાયેલ અપર એર સાયક્લોનીક સિસ્ટમના કારણે ગુરુવારે ઉત્તર ગુજરાતના તાપમાનમાં બે ડીગ્રી ઘટાડા વચ્ચે વરસાદી માહોલ યથાવત રહ્યો હતો.ગુરુવારે બનાસકાંઠાના થરાદમાં દોઢ ઈંચ,ધાનેરામાં એક ઈંચ પાટણમાં 30 મિનિટમાં સવા ઈંચ વરસાદ ખાબક્યો હતો.જ્યારે સાબરકાંઠા અને અરવલ્લીમાં બુધવારે રાત્રે ઈંચ વરસાદ જેટલો વરસાદ વરસ્યો હતો.મહેસાણામાં ઝાપટાં પડ્યા હતા.ઉત્તર ગુજરાતમાં ચાર દિવસ હળવાથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે.આગામી તા.3 ઓક્ટોબર પછી વાતાવરણ ખુલ્લુ થશે.જોકે વરસાદની આગાહી વચ્ચે આગામી 29મીથી નવરાત્રી શરૂ થાય છે જેમાં વરસાદ ભંડ પાડે તેવી શક્યતા છે.મહેસાણામાં બપોરે વરસાદી ઝાપટાં પડ્યા હતા.જેમાં ટી.બી રોડ, અરવિદબાગ રોડ, મોઢેરા રોડ, રામોસાણાથી લીંક રોડ ઉપર ચામુડા ચોકડીથી કર્મભૂમિ, ધર્મભૂમી, જગજીવન સોસાયટી તરફના રસ્તામાં પાણી ભરાઇ જતા અવરજવર કરતા લોકોને કલાકો સુધી પાણીમાંથી પસાર થવુ પડ્યુ હતું.

અન્ય સમાચારો પણ છે...