તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આઉટ સોર્સિગમાં શોષણ સહિતના મામલે મહેસાણા શહેરના કાયમી અને

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

આઉટ સોર્સિગમાં શોષણ સહિતના મામલે મહેસાણા શહેરના કાયમી અને રોજમદાર સફાઇ કામદારો સોમવારથી હડતાળ પર ઉતરી ગયા છે. સ્વચ્છતા સર્વેક્ષણ સમયે જ હડતાળનું શસ્ત્ર ઉગામી નાક દબાવતાં નગરપાલિકાએ પણ 24 કલાકમાં કાયમી સફાઇ કામદારો સફાઇકાર્યમાં નહીં જોડાય તો એસ્મા લાગુ કરવાની ચીમકી ઉચ્ચારી છે. સફાઇકર્મીઓની હડતાળને લઇ ઠેરઠેર કચરાના ઢગ ખડકાયા હતા.

કામદાર કર્મચારી સંઘના મંત્રી અશોક વાઘેલાએ કહ્યું કે, આઉટ સોર્સિંગમાં પાલિકા તરફથી કોન્ટ્રાક્ટરને રૂ.464 ચૂકવાય છે અને કોન્ટ્રાક્ટર તરફથી કામદારને રૂ.305 કે 312 ચૂકવાય છે. જેમાં ઇપીએફ, વીમો, પ્રોફેશનલ ટેક્ષની કપાત થાય છે. જેથી કામદારોને પૂરતું વેતન મળતું ન હોઇ આઉટ સોર્સિંગ રદ કરી પાલિકા હસ્તક રોજમદારોને લેવા માંગ છે. જોકે, પાલિકાએ આઉટ સોર્સિંગ બંધ કરી દેવાયું છે, પરંતુ રોજમદારો 15 દિવસ નહીં 30 દિવસ કામ, પગાર સીધા પાલિકારાહે ઇચ્છી રહ્યા છે. ઉપરાંત, 75 સફાઇ કર્મચારીના અન્ય કામના ખોટાઓર્ડર કરાયા છે તેમને મૂળ સફાઇની કામગીરી કરાવો, સફાઇ કર્મચારીને બોનસ લાભ આપો, પગાર વિસંગતતા દૂર કરો, અવસાન પામતા કર્મીના વારસદારને નોકરીમાં લો, આવાસ ફાળવો, સફાઇના કામદારોને રોડ બ્લોક, ઝાડ કટિંગ જેવી કામગીરી ન કરાવતાં માત્ર સફાઇ કરાવવા માંગણી કરાયેલી છે. છતાં પરિણામ ન મળતં અચોક્કસ મુદતની હડતાળ પાડી છે. સવારે પાલિકા સંકુલમાં કામદાર કર્મચારી સંઘ પ્રમુખ પ્રહલાદભાઇ ચૌહાણ, દલિતસેના ગુજરાત પ્રભારી મુકેશ ગુર્જર, પ્રમુખ ડાહ્યાભાઇ પરમારની ઉપસ્થિતિમાં ધરણાં અને સાંજે રેલી યોજી કલેકટરને આવેદન આપ્યું હતું.

પાંચ વર્ષથી આંદોલનો થાય છે

શહેરમાં સફાઇ કામદારોએ વર્ષ-2014માં કાયમી કરવા હડતાળ પાડી. વર્ષ 2015થી સફાઇ કામદાર તરીકેની ભરતીના 75 જણાને અન્ય કામ પર ઓર્ડરથી તેમને મૂળ કામની દર વર્ષે માંગણી ચાલી આવે છે.

અન્ય સમાચારો પણ છે...