મહેસાણા | મહેસાણા તાલુકાના નદાસા ગામના તળાવમાં ન્હાવા ગયેલ યુવાન

Mehsana News - mehsana a young man bathed in the lake of nadasa village in mehsana taluka 065606

DivyaBhaskar News Network

Oct 22, 2019, 06:56 AM IST
મહેસાણા | મહેસાણા તાલુકાના નદાસા ગામના તળાવમાં ન્હાવા ગયેલ યુવાન ડૂબી જતાં આસપાસના લોકોએ બુમાબુમ કરી હતી અને સ્થાનિક તરવૈયાઓએ શોધખોળ આદરી હતી.આ દરમ્યાન મહેસાણા ફાયરટીમ દોડી ગઇ હતી.જ્યાં એકાદ કલાકમાં યુવાનનો મૃતદેહ કિનારા સાઇડથી મળી આવ્યો હતો.

નદાસાના તળાવામાં પાલજ સાઇડથી આવતા પાણીના આવરાના ભાગે ગામનો 38 વર્ષીય દિનેશજી(ટીનાજી) બાસુજી ઠાકોર ન્હાવા જતા પાણીમાં બપોરે પોણાચાર વાગ્યાના અરસામાં ગરક થયો હતો.આસપાસ કેટલાક સંબધિતો તળાવ કિનારે હોઇ તરત બુમાબુમ કરી હતી અને થોડીવારમાં સ્થાનિક તરવૈયાઓએ બે માથાડા ઊંડા પાણીમાં યુવાનની શોધખોળ કરી હતી. તલાટી ભરતભાઇ ગઢવીએ ડીઝાસ્ટરમાં જાણ કરીને મહેસાણાથી ફાયરટીમ, પોલીસ દોડી આવી હતી.તરવૈયાઓને કિનારે યુવાન મૃત હાલતમાં મળ્યો હતો.

X
Mehsana News - mehsana a young man bathed in the lake of nadasa village in mehsana taluka 065606

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી