મહેસાણા | ઉનાળુ વેકેશન જાણે બાળકોને મુક્ત મનથી જીવનનો સાચો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણા | ઉનાળુ વેકેશન જાણે બાળકોને મુક્ત મનથી જીવનનો સાચો આનંદ માણવાનો અવસર હોય તેમ ભણતરના ભારથી છુટકારો, મન ફાવે તે કરવાની આઝાદી, ન કોઇ રોક અને ન કોઇ ટોક. બસ આનંદ જ આનંદ. વેકેશન ભલે એકસરખું હોય પરંતુ શહેર અને ગામડામાં રહેતાં બાળકો તેની મજા અલગ અલગ રીતે માણે છે, છતાં પોત પોતાનો આનંદનો કોઇ પાર નથી. એક બીજી બાજુ શહેરના બાળકો સ્કેટીંગ, સ્વીમીંગ જેવી એડવેન્ચર વાળી રમતો શીખીને આનંદ માણી રહ્યા છે, બીજી બાજુ ગામડાનું બાળપણ વેકેશનમાં પરંપરાગત રીતે ખેતરો ખુધી આંબાની કેરી પાડીને અને ગુંદાના વૃક્ષ પરથી ગુંદા વીણી વીણીને ખાઇને મજા માણતાં નજરે પડે છે. તસવીર - પ્રમોદ શાહ

અન્ય સમાચારો પણ છે...