તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મહેસાણા | મહેસાણા બીએપીએસ સ્વામિનારાયણ મંદિર તથા છાત્રાલયના 25 વર્ષ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
મહેસાણા | મહેસાણા બીએપીએસ સ્વામિનારાયણ મંદિર તથા છાત્રાલયના 25 વર્ષ પૂર્ણ થતાં પ્રગટ ગુરુહરી મહંતસ્વામી મહારાજના કૃપાપાત્ર સદગુરુ સંત ડોકટર સ્વામી અને ઇશ્વરચરણ સ્વામીની ઉપસ્થિતિમાં ત્રિવેણી મહોત્સવ યોજાયો છે. ત્યારે સ્વામિનારાયણ મંદિર ખાતે શનિવારે રાત્રે છાત્રાલયના રજત જયંતી મહોત્સવ પ્રસંગે વિશાળ એલઇડી સ્ક્રીન પર દિવ્યગાથા રજૂ કરાઇ હતી. આજના ભૌતિકવાદી યુગમાં પોતાના સંતાનોને સંસ્કાર આપવાનું કાર્ય સમસ્યારૂપ બની ગયું છે ત્યારે યોગીજી મહારાજે બ્રહ્મવિદ્યાની કોલેજ સમાન અક્ષરપુરુષોત્તમ છાત્રાલયોની ભેટ સમાજને ધરી છે. જે યુવાનોમાં સેવા, સંસ્કાર, સ્વસ્થ અને કલા કૌશલ્યનું ઘડતર કરતા તક્ષશિલા સમાન છે. ધૂળથી ખરડાયેલા રસ્તે પડેલા ગુલાબને જેમ કોઈ હાથમાં લઇ સાફ કરી નાક સામે ધરી પ્રસન્નતા પ્રાપ્ત કરે છે તેમ અનેક બદીઓથી ખદબદતા જીવનના રસ્તા પર પડેલા કરમાયેલા ખરડાયેલા યુવાનો એક માળીની જેમ માવજત કરીને આત્મવિશ્વાસ સાથે મહેંકતા કરી સંપૂર્ણ બનાવાનાર અક્ષર પુરુષોત્તમ છાત્રાલયની મહિમા ગાથાને છાત્રાલયના છાત્રાર્થીઓ દ્વારા અદભૂત રીતે સ્ટેજ પર રજૂ કરાઇ હતી. આ પ્રસંગે છાત્રાલયના ભૂતપૂર્વ છાત્રાર્થીઓ પણ પધાર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો