તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જિલ્લામાં ધો 6 થી 8માં ગણિત અને વિજ્ઞાનના 69 શિક્ષકની ભરતી કરાઇ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં ધોરણ 6 થી 8માં ખાલી જગ્યાઓ માટે રાજ્યકક્ષાએથી મેરીટ બેઝ પંસદ કરાયેલ 70 ઉમેદવારોનો સોમવારે લાખવડ બીઆરસી ભવન ખાતે ભરતી કેમ્પ યોજાયો હતો.જેમાં ગણિત વિજ્ઞાનના 69 ઉમેદવારોને વિદ્યાસહાયક તરીકે ભરતી કરીને જેતે તાલુકામાં ફરજના નિમણૂકપત્ર એનાયત કરવામાં આવતા ગણિત, વિજ્ઞાનમાં શિક્ષકોની ઘટમાં ખાસ્સતો ઘટાડો આવી ગયો છે અને મોટાભાગે જિલ્લામાં શિક્ષકોની જગ્યાઓ ભરાઇ જવા પામી છે.કેમ્પમાં એક ઉમેદવાર ગેરહાજર રહેતા જગ્યા ખાલી રહી હતી.

લાખવડ ખાતે પ્રા. જિલ્લા શિક્ષણાધિકારી સ્મીતાબેન પટેલ, જિલ્લા પ્રા. શિક્ષણ સમિતિના ચેરમેન હસમુખભાઇ ચૌધરીના માર્ગદર્શન હેઠળ સમીતી ડાયટ પ્રાચાર્ય વિનોદભાઇ હડીયોલ, ,ના.પ્રા. શિક્ષણાધિકારી પુલકિત જોષી, જિલ્લા પ્રા.શિક્ષણ સંઘના પ્રમુખ સગરામભાઇ ચોધરી, મહામંત્રી વિષ્ણુભાઇ પટેલ, ગુજરાત પ્રા. શિક્ષક સંઘના ઉપપ્રમુખ શૈલેષ ચૌધરી, તાલુકા સંઘ પ્રમુખ પંકજ પટેલની ઉપસ્થીતીમાં કમીટી દ્વારા ઉમેદવારોનો ભરતી કેમ્પ યોજાયો હતો.જેમાં સવારે 11.30થી 4.30 દરમ્યાન મેરીઝ બેઝ ગણિત વિજ્ઞાનના વિદ્યાસહાયક ઉમેદવારોને જેતે તાલુકાની શાળામાં ધોરણ 6 થી 8માં શિક્ષક તરીકે નિમણૂક કરાઇ હતી.કેમ્પમાં ખેરાલુ તાલુકાના ડભોડા ગામની શાળામાં બે જગ્યાએ વિદ્યાસહાયક મૂકવામાં આવ્યા હતા.જ્યારે અન્ય 68 શાળામાં એક,એક વિદ્યાસહાયકને ફાળવવામાં આવ્યા હતા.

જિલ્લામાં ગણિત વિજ્ઞાનના 69 શિક્ષકોની ભરતીમાં તાલુકાદીઠ સતલાસણામાં 23, ખેરાલુમાં 16, બહુચરાજીમાં 8, કડીમાં 8,વડનગરમાં 5, વિજાપુરમાં 3, જોટાણામાં 3,ઉજામાં 2 અને વિસનગર તાલુકામાં 1 શિક્ષકને નિમણૂક અપાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો