તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મહેસાણાની હૈદરીચોક,મોઢેરા,ઉણાદ, મહિયલ પ્રા.શાળાને ધો.10નું પરીક્ષાકેન્દ્ર

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
શિક્ષણ બોર્ડ દ્વારા 7 માર્ચથી લેવાનારી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાને લઇ જિલ્લામાં પરીક્ષાની બેઠક વ્યવસ્થાને લઇ તૈયારીઓ હાથ ધરાઇ છે. જેમાં ધો.10માં વિદ્યાર્થીઓની સંખ્યા વધુ હોઇ પહેલીવાર મહેસાણા શહેરમાં હૈદરીચોક સ્થિત સરકારી મોડલ પ્રાથમિક શાળાને પરીક્ષા કેન્દ્ર ફાળવાયું છે. આ ઉપરાંત મોઢેરા, ઉણાદ અને મહિયલ પ્રા.શાળામાં પણ પરીક્ષા માટે વ્યવસ્થા કરાશે.

મહેસાણા શહેરની હૈદરીચોક પ્રાથમિક શાળા નં.1માં 6 બ્લોક, બહુચરાજીના મોઢેરાની પ્રાથમિક શાળામાં ત્રણ બ્લોક, વડનગરના ઉણાદની પ્રાથમિક શાળા અને ખેરાલુના મહિયલની પ્રા.શાળામાં એક-એક બ્લોક ધોરણ 10ની પરીક્ષા માટે ફાળવાયા છે. આ બ્લોકમાં પરીક્ષા દરમિયાન નજર રાખવા ટેબ્લેટ લગાવાશે. શિક્ષણાધિકારી કચેરીના સૂત્રોએ જણાવ્યું કે, ત્રણ ગામમાં માધ્યમિક શાળા પરીક્ષા કેન્દ્ર છે, પણ આસપાસના ગામના વિદ્યાર્થીઓ વધુ હોઇ બાકી રહેતા નજીકની પ્રા.શાળાનું કેન્દ્ર ગત વર્ષની જેમ ફાળવાયું છે.

જિલ્લામાં ધોરણ 10ના 44,143 વિદ્યાર્થીઓની 125 કેન્દ્રોના 1469 બ્લોકમાં પરીક્ષા લેવાશે. જ્યારે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના 5616 વિદ્યાર્થીઓની 8 કેન્દ્રના 289 બ્લોકમાં તેમજ સામાન્ય પ્રવાહના 18734 વિદ્યાર્થીઓની 23 કેન્દ્રોના 644 બ્લોકમાં પરીક્ષા લેવાશે.

પરીક્ષાની પૂર્વ તૈયારીમાં જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા કેન્દ્ર સંચાલકોની નિમણૂંક કરી વર્ગખંડમાં બેઠક વ્યવસ્થા, પાણી, પંખા સહિત સુવિધાની ચકાસણી કરવા સુચના અપાઇ છે. પરીક્ષા દરમ્યાન 198 કેન્દ્ર સંચાલકો, 2412 બ્લોક સુપરવાઇઝર ફરજ બજાવશે. ઉપરાંત ઝોનલ, રૂટ સુપરવાઇઝરની નિયુક્તિઓ પણ કરી દેવાઇ છે. ચાર શાળા કેન્દ્રો સિવાય તમામ પરીક્ષા કેન્દ્રોમાં સીસીટીવી કેમેરાથી રેકોર્ડિંગ કરાશે અને કેન્દ્ર સંચાલક રૂમમાં બેઠાં મોનિટરિંગ કરશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો