કહીપુરની પરિણીતાનું ગાડીમાં અપહરણ કરી દુષ્કર્મ આચર્યું

વડનગરના કહીપુર અને છાબલિયાના બે શખ્સો સામે દુષ્કર્મ અને મદદગારી અંગે ફરિયાદ નોંધાઇ

DivyaBhaskar News Network | Updated - Dec 09, 2018, 04:11 AM
Visnagar News - latest visnagar news 041057
વડનગરના કહીપુરની પરિણીતાનું બોલેરો ગાડીમાં વિસનગર સિવિલ હોસ્પીટલ પાસેથી અપહરણ કરી દુષ્કર્મ ગુજારનાર શખ્સ સહિત બે જણા સામે ફરિયાદ નોંધાઇ છે.

કહીપુર (ધોળીયાપુરા) ગામની એક પરિણીતા ગત 4 ડિસેમ્બરના રોજ વિસનગરમાં સિવિલ હોસ્પીટલ પાસેથી પસાર થઇ રહી હતી. ત્યારે બે શખ્સોએ તેણીનું બોલેરો ગાડીમાં અપહરણ કરી અજ્ઞાત જગ્યાએ લઇ ગયા હતા. જ્યાં કહીપુરના ઠાકોર સોવનજી દીપાજીએ તેની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યુ હતું. બાદમાં આ શખ્સની ચુંગાલમાં ભાગી છુટેલી પરિણીતાએ સામાજિક રીતે સમાધાનના પ્રયાસો વચ્ચે શુક્રવારે વિસનગર પોલીસ સ્ટેશનમાં કહીપુરના ઠાકોર સોવનજી દીપાજી અને છાબલિયાના સેંધાજી ઠાકોર વિરુદ્ધ દુષ્કર્મ અને મદદગારી અંગે ફરિયાદ નોંધાવી હતી.

X
Visnagar News - latest visnagar news 041057
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App