વિસનગર તાલુકાના ગોઠવા ગામે બે શખ્સોએ ગામના જ એક વ્યક્તિને કેમ મારા ભાઇના ઘરે આવે છે તેમ કહી લાકડીથી માર માર્યો હતો. તેમજ મોબાઇલ, સોનાની ચેઇન અને રૂ.22 હજાર રોકડ ભરેલું પાકીટની લૂંટી ગયા હોવાની ફરિયાદ વિસનગર તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાઇ છે. જે મામલે એસસી એસટી સેલના Dyspએ તપાસ હાથ ધરી છે.
ગોઠવા ગામના આથમણા ઠાકોરવાસમાં રહેતા દશરથજી અને લાલાજી ઠાકોરે ગામના જયંતીભાઇ મહેરિયાને કહ્યું કે, કેમ મારા ભાઇના ઘરે આવે છે. જેથી જયંતીભાઇએ કહ્યું કે, અમે બંને મિત્રો છીએ અને અમારે પૈસાની લેવડ દેવડ બાકી છે. જેથી ઉશ્કેરાયેલા આ શખ્સોએ તલવાર અને લાકડી લઇને આવી જયંતીભાઇને લાકડીથી બેઠો માર માર્યો હતો અને મોબાઇલ, પાકીટ તથા સોનાની ચેઇન લૂંટી અપમાન જનક શબ્દો બોલી ભાગી ગયા હતા. પાકીટમાં રૂ.22 હજાર તેમજ આધાર, ચુંટણી અને રેશનકાર્ડ હતા. આ બનાવ અંગે જયંતીભાઇ મહેરિયાએ વિસનગર તાલુકા પોલીસ સ્ટેશનમાં દશરથજી અમરતજી ઠાકોર અને લાલાજી દશરથજી ઠાકોર વિરુદ્ધ મારામારી, લૂંટ અને એટ્રોસીટીની ફરિયાદ નોંધાવી હતી.
અમને ખેદ છે કે તમે OPT-OUT કર્યું છે
પણ જો તમે ભૂલથી "Block" સિલેક્ટ કર્યુ હોય અથવા ભવિષ્યમાં ફરી આપ નોટિફિકેશન મેળવવા ઇચ્છો તો નીચે આપેલા નિર્દેશોનું પાલન કરો