ભાઇબીજના દહાડે બહેનને મળીને ઘેર જઇ રહેલા ભાઇનું અકસ્માતમાં મોત

Visnagar - latest visnagar news 040531

DivyaBhaskar News Network

Nov 11, 2018, 04:05 AM IST
વિસનગર તાલુકાના ભાન્ડુપુરા બસ સ્ટેન્ડ નજીક ભાઇબીજે બહેનને મળી પરત ઘરે જઇ રહેલા ભાઇના બાઇકને મેક્ષ ગાડીના ચાલકે ટક્કર મારતાં તેમનું મહેસાણા સિવિલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. અા બનાવ અંગે પોલીસને જાણ કરાતાં પોલીસે મૃતદેહનું પોસ્ટ મોર્ટમ કરી ગાડીના ચાલક સામે ગુનો દાખલ કર્યો છે.

ઊંઝા તાલુકાના ભુણાવ ગામના ઠાકોર જસવંતજી કાન્તિજી દિવાળીના તહેવારો નિમિત્તે ભાઇબીજના દિવસે વિસનગરના ભાન્ડુપુરામાં રહેતી તેમની બહેનને મળવા અાવ્યા હતા. જસવંતજી જમી પરવાળી પરત બાઇક લઇ ઘરે જવા નીકળ્યા હતા, તે દરમિયાન ભાન્ડુુપુરા બસ સ્ટેન્ડ પાસે પૂરઝડપે અાવી રહેલી મેક્ષ ગાડી (જીજે 02 સીજે 8046)ના ચાલકે ટક્કર મારતાં જસવંતજી નીચે પટકાયા હતા, જેમને ગંભીર ઇજાઅો પહોંચતાં તાત્કાલિક સારવાર અર્થે મહેસાણા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું.

અા અંગે ભાન્ડુપુરાના તેમના કાૈટુંબિક બનેવી ઉદાજી કરશનજી ઠાકોરે પોલીસને જાણ કરતાં પોલીસે મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવી મેક્ષ ગાડીના ચાલક સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

X
Visnagar - latest visnagar news 040531
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી