સવાલા નજીક બે બાઇક વચ્ચે અકસ્માત, ત્રણને ગંભીર ઇજા

Visnagar - latest visnagar news 040527

DivyaBhaskar News Network

Nov 11, 2018, 04:05 AM IST
વિસનગર શહેરની શિવનગર સોસાયટીમાં રહેતુ દંપતી બેસતા વર્ષે બાઇક લઇ બહુચરાજી દર્શન કરવા નીકળ્યું હતું. ત્યારે સવાલા નજીક બાઇક ચાલકે ટક્કર મારતાં બે બાળકો સહિત ત્રણ જણાને ગંભીર ઇજા પહોંચી હતી. જે બનાવ અંગે તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે.

શહેરના મહેસાણા રોડ પર અાવેલી શિવનગર સોસાયટીમાં રહેતા યોગેશભાઇ રમણલાલ પટેલ બેસતા વર્ષે તેમના પત્ની સુશીલાબેન, દીકરા પૂર્વ અને મિત્રના દિકરા સોહમને લઇ બાઇક (જીજે 02 બીસી 7826) લઇ બહુચરાજી દર્શન કરવા નીકળ્યા હતા. જેઅો સવાલા નજીક પસાર થઇ રહ્યા હતા, તે દરમિયાન પલ્સર બાઇક (જીજે 02 સીઅેન 6643)ના ચાલકે ટક્કર મારતાં બાઇક ઉપર બેઠેલા ચારે જણા નીચે પટકાયા હતા.

જેમાં યોગેશભાઇ અને તેમના દીકરા પૂર્વે તેમજ સોહમને ઇજાઅો પહોંચતાં સારવાર અર્થે ખસેડાયા હતા. અા બનાવ અંગે યોગેશભાઇઅે વિસનગર તાલુકા પોલીસ મથકે ફરિયાદ અાપતાં પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

X
Visnagar - latest visnagar news 040527
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી