રાલિસણા નજીક અકસ્માતમાં ઘાયલ યુવકનું સારવારમાં મોત

Visnagar - latest visnagar news 040522

DivyaBhaskar News Network

Nov 11, 2018, 04:05 AM IST
તાલુકાના રાલીસણા- ભાલક રોડ પર ગત 22 અોક્ટોબરે થયેલા અકસ્માતમાં બાઇક પાછળ બેઠેલા યુવકનું મહેસાણા ખાતે સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. 19 દિવસ પહેલાં બનેલા અા બનાવમાં ઘટના સ્થળે જ અેક યુવકનું મોત થયું હતું. આ સાથે આ ઘટનામાં મૃતાંક બે થયો છે.

ગણેશપુરા (રાલીસણા) ગામના રસિકજી વેલાજી ઠાકોર ગત 22 અોક્ટોબરની સાંજે તેમના કાૈટુંબિક ભાઇ વિજયજી પભાજીને બાઇક (જીજે 2 સીઅેચ 2464)માં બેસાડી ભાલક ગામે અાવેલા પેટ્રોલપંપ ઉપર પેટ્રોલ ભરાવવા નીકળ્યા હતા. ત્યારે રાલીસણા- ભાલક રોડ પર પૂરઝડપે અાવી રહેલા અજાણ્યા વાહનચાલકે બાઇકને ટક્કર મારતાં બંને નીચે પટકાયા હતા, જેમાં ગંભીર રીતે ઇજા પામેલા રસિકજીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે તેમની પાછળ બેઠેલા વિજયજી પભાજી ઠાકોરને ગંભીર ઇજા પહોંચતાં સારવાર અર્થે મહેસાણા ખસેડાયા હતા. જેમાં દિવાળીના દિવસે વિજયજી પભાજીનું મહેસાણા લાયન્સ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું.

X
Visnagar - latest visnagar news 040522
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી