વિસનગરમાં ડમ્પિંગ કચરામાં આગના કારણે થતાં પ્રદૂષણથી ત્રસ્ત રહીશોએ કચરા ભરેલા ટ્રેક્ટર પાલિકા આગળ મૂકી દીધા

Visnagar - latest visnagar news 040518

DivyaBhaskar News Network

Nov 11, 2018, 04:05 AM IST
વિસનગર શહેરના ભાલક રોડ ઉપર ઠલવવામાં અાવતા કચરામાં તહેવારોના ટાઇમે અાગ લાગવાથી ફેલાયેલ પ્રદુષણથી અાજુબાજુના વિસ્તારમાં રહેતા રહીશો કંટાળી જઇ કચરા ભરેલ ટ્રેક્ટર પાલિકાની અોફિસ અાગળ લાવી મુકી દઇ ટ્રેક્ટરની હવા કાઢી દીધી હતી. જ્યારે અેક ટ્રેક્ટરનો કચરો ત્રણ દરવાજા ચોકમાં ઠલવી દીધો હતો. જો કે પાલિકાઅે ટ્રેક્ટર તથા કચરો તાકીદે ઉઠાવી લીધો હતો. જ્યાં પાલિકાના પ્રમુખે ડમ્પીંગના કચરાના સ્ટેન્ડ માટે નવીન જગ્યાની માંગણી કરવા સામાન્ય સભામાં ઠરાવ કરી દીધો હોવાનું જણાવ્યું હતું.

અા ડમ્પીંગ કચરામાં છેલ્લા ઘણા સમયથી અાગ લાગવાને ભારે ભારે પ્રદુષણ ફેલાતું હોવાથી રહીશોમાં અારોગ્યનો ખતરો તોળાતો હોવાથી કચરાનું સ્ટેન્ડ બદલવા માટે રહીશો છેલ્લા ઘણા સમયથી માંગણી કરી રહ્યા છે. જ્યાં ભાઇબીજના દિવસે ડમ્પીંગ થયેલા કચરામાં અાગ લાગતાં ભારે પ્રદુષણ ફેલાયું હતુ. જેથી કંટાળેલા રહીશોઅે કચરો ભરેલ ટ્રેક્ટર પાલિકાના દરવાજા નજીક લાવી મુકી દઇ હવા કાઢી નાંખી હતી જ્યારે અન્ય અેક ટ્રેક્ટરનો કચરો ત્રણ દરવાજા નજીક નાંખી દીધો હતો. અા અંગે પાલિકાના પ્રમુખ ગોવિંદભાઇ પટેલ(ગાંધી)ને પૂછતાં તેમણે જણાવ્યું હતું 30 અોક્ટોબરે થયેલ સામાન્ય સભામાં ડમ્પીંગના કચરાનું સ્ટેન્ડની નવીન જગ્યાની માંગણી માટે ઠરાવ કરવામાં અાવ્યો છે. જેમાં નવીન જગ્યા પાલિકાને ઝડપી મળે તે માટે જિલ્લા કલેક્ટર સમક્ષ રજૂઅાત કરવામાં અાવશે તેમ જણાવ્યું હતું.

રહીશોઅે કચરો ભરેલ ટ્રેક્ટર પાલિકા અાગળ મુકી દીધું હતું. તસવીર-ભાસ્કર

X
Visnagar - latest visnagar news 040518
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી