રિલાયન્સ કંપનીમાં નોકરીનું કહી વિજાપુરના યુવાન સાથે રૂ.7.50 લાખની છેતરપિંડી

ઈડરના મણીયોરના શખ્સે 6 વર્ષ અગાઉ તરકટ રચ્યુ હતું રિલાયન્સના સિમ્બોલ વાળા કોલલેટર આપ્યા, મહિલા સહિત બે સામે...

DivyaBhaskar News Network | Updated - Dec 09, 2018, 04:10 AM
Vijapur News - latest vijapur news 041024
ઇડર તાલુકાના મણીયોર ના યુવાને વિજાપુર તાલુકાના કણભા ગામના વ્યક્તિને રિલાયન્સ કંપનીમાં રીક્રુટીંગ અોફિસર હોવાની અોળખ અાપીને નોકરી અપાવવાના બહાને રૂ. 7.50 લાખ લઇ બહાને જામનગર બોલાવી છેતરપિંડી અાચરતા ઇડર પોલીસમાં ત્રણ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

વિજાપુરના કણભાના કનૈયાલાલ ગણપતરામ મેવાડાને ઇડર તાલુકાના મણીયોર ગામના પિનાકીને રિલાયન્સમાં રીક્રૂટીંગ અોફિસર હોવાની અને રીલાયન્સમાં નોકરીની લાલચ અાપી રૂ. 2.50 લાખ જેટલો ખર્ચ થશે તેમ જણાવ્યુ હતું.આથી કનૈયાલાલે પિનાકીનની પત્ની પૂર્વીબેન ઝાલાના ખાતામાં રૂ. અઢી લાખ જમા જમા કરાવ્યાના થોડા દિવસ બાદ રિલાયન્સના સીમ્બોલવાળો કોલલેટર અાવ્યો હતો. કંપનીમાં લેડીઝ સ્ટાફની પણ જરૂર હોઇ કહેતા કનૈયાલાલે પુત્રવધુ અને ભાણેજ વહુ માટે ફરીથી પૂર્વીબેનના ખાતામાં 5 લાખ જમા કરાવ્યા હતા. રિલાયન્સના સીમ્બોલ વાળા લેટર આવતા જામનગર પહોંચતા પીનાકીને કંપનીના ગેટ ઉપર ઉભા રાખી અંદર ગયો હતો અને અને રાકેશ જોષી નામના વ્યક્તિ સાથે વાત કરાવી હતી.આ સીલસીલો 2015 સુધી ચાલ્યા બાદ કનૈયાલાલને છેતરાયો હોવાનો અહેસાસ થતાં વડોદરામાં ફરિયાદ અાપ્યા બાદ શુક્રવારે ઇડર પોલીસમાં ગુનો નોંધાવ્યો હતો.

આમની સામે ફરિયાદ

પિનાકીન જયંતિભાઇ પટેલ, પૂર્વીબેન પટેલ, રાકેશ જોષી નામનો વ્યક્તિ

X
Vijapur News - latest vijapur news 041024
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App