• Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • શંખેશ્વર બસ સ્ટેન્ડમાં ગેરકાયદે કેબિન, દબાણો હટાવાયાં

શંખેશ્વર બસ સ્ટેન્ડમાં ગેરકાયદે કેબિન, દબાણો હટાવાયાં

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શંખેશ્વર | જૈનતીર્થ શંખેશ્વર ખાતે વર્ષોથી બસ સ્ટેન્ડ બનાવવાની માંગ થઇ રહી છે. ત્યારે નવું એસટી સ્ટેન્ડ બનાવવા કામ શરૂ કરવાનું હોઇ મંગળવારે બસ સ્ટેન્ડમાં ગેરકાયદેસર કેબીનો હટાવવાની કામગીરી મામલતદાર એચ.ડી.બારોટ, તલાટી એન.જી.નાઇ, પીએસઆઇ એસ.પી.ગઢવી પોલીસ સ્ટાફ, એસટી ડિવિઝનના અધિકારીઓની હાજરીમાં બપોરે 12 કલાકે દબાણ હટાવો ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. દબાણ હટાવો ઝુંબેશ દરમ્યાન બાજુમાં વાડામાં રહેતા દેવીપૂજક પરિવારનું છાપરા હટાવવા જતાં દેવીપૂજક પરિવારની બે મહિલા અને બે પુરૂષોએ એસીડના ભરેલા બાટલા પીવા જતાં પોલીસે રોક્યા હતા અને સમજાવ્યા હતા કે તમારૂ એક મકાન નહીં જાય અને છાપરૂ જ કાઢવાનુ છે. પરંતુ નહીં સમજતા મહિલા પોલીસ દ્વારા બે મહિલા અને પોલીસ દ્વારા બે પુરૂષોની અટકાયત કરવામાં આવી હતી અને એસીડના બાટલા ઝડપી લીધા હતા. તસવીર- સુરેશ જોશી

અન્ય સમાચારો પણ છે...