તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઉનાળાનો પ્રારંભ, લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી પાર

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણાસહિત ઉત્તર ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી દિવસે ગરમી અને રાત્રે ઠંડીની બેવડી ઋતુ બાદ ગુરુવારે રાતનું તાપમાન વધીને 20 ડિગ્રી પાર કરી ગયો હતો.

મહેસાણા સહિત ઉત્તર ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી દિવસનું તાપમાન ઊંચું ગયું હતું પરંતુ રાતનું તાપમાન નીચું રહેતાં દિવસે ગરમી અને રાત્રે ઠંડીની બેવડી ઋતુ ચાલતી હતી. જો કે, છેલ્લા બે-ત્રણ દિવસથી રાતનું તાપમાન પણ ક્રમશ: વધીને ગુરુવારે 20 ડિગ્રી પાર કરી ગયું હતું. દિવસનું તાપમાન 35 ડિગ્રી જેટલું અને રાતનું તાપમાન 20 ડિગ્રી પાર કરી જતાં સરેરાશ તાપમાન પણ વધ્યું હતું.

ઉત્તર ગુજરાતના રાજસ્થાનની સરહદ તરફના વિસ્તારોમાં માવઠાં થયાં છે ત્યારે મહેસાણા જિલ્લામાં વાતાવરણ ઉનાળા જેવું રહ્યું હતું. ગુરુવારે મહત્તમ તાપમાન 35.1 જ્યારે લઘુત્તમ તાપમાન 20.9 ડિગ્રી જેટલું નોંધાયું હતું. એક-બે દિવસ તાપમાનમાં સામાન્ય ફેરફાર બાદ ગરમીનો પારો વધુ ઊંચો જવાની સંભાવના વ્યક્ત થઈ રહી છે.

અન્ય સમાચારો પણ છે...