• Gujarati News
  • મહેસાણા |ગોઝારિયાના દરજીવાસમાં જુગાર રમાતો હોવાની બાતમી આધારે લાંઘણજ પોલીસ

મહેસાણા |ગોઝારિયાના દરજીવાસમાં જુગાર રમાતો હોવાની બાતમી આધારે લાંઘણજ પોલીસ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણા |ગોઝારિયાના દરજીવાસમાં જુગાર રમાતો હોવાની બાતમી આધારે લાંઘણજ પોલીસ મથકના પીએસઆઈ કે.બી.પટેલે સ્ટાફ સાથે શનિવારે મોડી સાંજે અહીં રેડની કાર્યવાહી કરી હતી. જેમાં જાહેરમાં જુગાર રમતા ગોઝારિયાના પટેલ રમેશભાઈ જોયતારામ, પટેલ દીપકભાઈ કાળીદાસ, પટેલ કાન્તિભાઈ અમીચંદભાઈ, પટેલ અરવિંદભાઈ ધુળાભાઈ તથા માણસા તાલુકાના બોરુંનો પટેલ બાબુભાઈ લાલભાઈ રૂ.10,100ની રોકડ રકમ, ચાર મોબાઈલ તથા જુગારનું સાહિત્ય મળીને રૂ.12,100ના મુદ્દામાલ સાથે ઝડપાઈ ગયા હતા.