• Gujarati News
  • GIDCમાં આંગણવાડીનો મામલો ગુંચવાયો

GIDCમાં આંગણવાડીનો મામલો ગુંચવાયો

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણા-1જીઆઇડીસીમાં કામ કરતાં શ્રમિકો માટે આંગણવાડીની જરૂરિયાત હોવાથી જીઆઇડીસી દ્વારા મહેસાણા તાલુકા પંચાયતને રજૂઆત કરાઇ હતી. જેના અનુસંધાને પંચાયતની બાળ વિકાસ શાખાએ પ્રારંભિક ધોરણે કરેલા સર્વે મુજબ લાભાર્થીઓની વસ્તી આંગણવાડીનાં ધારાધોરણ મુજબ જળવાતી હોવાથી સમગ્ર મામલે હવે જિલ્લા પંચાયતની સંકલિત બાળ વિકાસ શાખાને તમામ રિપોર્ટ જણાવી દેવાશે. જ્યારે તરફ આંગણવાડી સંબંધિત માળખાગત સુવિધા ઉભી કરવા જીઆઇડીસીએ સંપૂર્ણ તૈયારી બતાવી છે.

મહેસાણા-1 જીઆઇડીસીમાં આવેલા ઉદ્યોગોમાં કામ કરતા શ્રમિકો સ્થળાંતરિત હોવાથી તેમનાં બાળકો, કિશોરીઓ, સગર્ભા અને ધાત્રી બહેનોને પુરક પોષણ યોજનાનો લાભ મળી શકતો નથી. બાબતને ધ્યાને લઇ ઉદ્યોગ વિકાસ નિગમે જે પરિપત્ર તૈયાર કર્યો છે તે મુજબ જીઆઇડીસીનાં વિસ્તારમાં રૂ.1ના ટોકન દરે જમીન ઉપલબ્ધ કરાવવા ઠરાવ્યું છે. તે અંતર્ગત જીઆઇડીસી-1માં આંગણવાડી બનાવવા માટે તાલુકા પંચાયતને દોઢ ...અનુસંધાનપાન-8

મહિનાઅગાઉ દરખાસ્ત કરી હતી. જે સંદર્ભે તાલુકા પંચાયતની આઇસીડીએસ શાખાએ 15 દિવસ અગાઉ સર્વે કરાવ્યો હતો. જેમાં માલુમ પડ્યું કે, લાભાર્થીઓની વસ્તી માત્ર 300 છે, જ્યારે ધારાધોરણ મુજબ નવી આંગણવાડી બનાવવા માટે 1000ની વસ્તી હોવી જોઇએ. બીજી તરફ જો 500ની વસ્તી હોય તો મિનિ આંગણવાડી બની શકે, પરંતુ તેમાં તેડાગર કર્મી સહિતની કોઇ સુવિધા હોવાથી આંગણવાડી ચલાવવી ખૂબ મુશ્કેલ બની જાય છે.

જો આંગણવાડી માટેની વસ્તી ઓછી હોય તો નજીકનાં વિસ્તારનાં લાભાર્થીઓને તેમા ભેળવી દેવામા આવે તો વસ્તીની સંખ્યાનો પ્રશ્ન દૂર થઇ જાય તેમ છે.

જિલ્લા સ્તનિર્ણય લેવાશે

આઇસીડીએસશાખાનાં કાન્તાબેને જણાવ્યું કે, સર્વે મુજબ લાભાર્થીઓની વસ્તી પૂરતી હોવાથી આંગણવાડી બનાવવી મુશ્કેલ છે. જિલ્લા સ્તરે રજૂઆત બાદ કોઇ નિર્ણય લેવાશે.