પાલજ અને મોટીદાઉનું તળાવ ફાટ્યું

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલજ અને મોટીદાઉનું તળાવ ફાટ્યું

મહેસાણા: તાલુકાનાપાલજ ગામે બુધવારે અતિશય વરસાદને કારણે તળાવ ફાટ્યું હોવાનું ગામના આગેવાન અમ્રતભાઇ મોહનભાઇ પટેલે જણાવતા કહ્યું હતુ કે, ગામનુ તળાવ ફાટતા બસ સ્ટેનડ વિસ્તારમા તળાવનું પાણી ફળી વળ્યું હતું.અહી તળાવની બાજુમા આવેલ પાણીની ટાંકી પણ જર્જરીત હાલતમાં હોઇ તુંટવાની સંભાવના નકારી શકાય નહી.આજ રીતે મોટીદાઉ ગામનું તળાવ પણ વરસાદી પાણીને કારણે ફાટ્યું હતું.

તોરણવાળી માતાની વાડીમા જનસેવા મિત્ર મંડળ દ્વારા અસરગ્રસ્તો માટે ફુડ પેકેટ બનાવવાની કામગીરી શરૂ કરાઇ હતી.જેમાં વિષ્ણુ બારોટ,બંકો બારોટ,બળદેવસીહ વાઘેલા સહિતે ભેગા મળીને પુરી,શાક, શુખડી અને મીઠાઇના તૈયાર કરેલા ફુડ પેકેટ્સ મહેસાણાની સાથોસાથ બનાસકાઠાના અસરગ્રસ્તોને પણ મોકલાયા છે.

અન્ય સમાચારો પણ છે...