હાલત કફોડી

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરનાસોમનાથ રોડ પર આવેલી આકાશગંગા, વાલ્મિકીનગર, નવદિપ સહિતની 10થી વધુ સોસાયટીઓના 300થી વધુ મકાનો વરસાદ બંધ થયાના 12 કલાક બાદ પણ પાણીમાં છે. સ્થાનિક રહીશો જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓથી વંચિત છે ત્યારે વહીવટી તંત્ર અહીં ફરક્યુ હોવાનો રોષ રહીશોએ વ્યક્ચ કર્યો છે.

શહેરના સોમનાથ મંદિર તરફ જવાના માર્ગે ઢાળ ઉતરતાની સાથે ઢીંચણસમા પાણીમાંથી પસાર થતા વાહનચાલકો અને રાહદારીઓની હાલત કફોડી બની છે, તો બીજીબાજુ અહી આવેલી 10થી વધુ સોસાયટીઓમા મકાનોમા પાણી ભરાઇ જતાં સ્થાનિક રહીશો દયનીય હાલતમાં મુકાયા છે. અહી આવેલી વિશ્વકર્મા, આકાશગંગા, વિજયલક્ષ્મી, નવદિપ, મંથનપાર્ક, અભિનવ, સિધ્ધાર્થ સોસાયટી,અમરપરા સહિતની સોસાયટીઓમાં 300થી વધુ મકાનોમા પાણી ભરાઇ જતા છેલ્લા બે દિવસથી જમવા કે સૂવાની તો ઠીક શૌચાલયો ભરાઇ જતા મુશ્કેલી સર્જાઇ છે. ફર્નિચર અને ફ્રિજ, ટીવી સહિતના સામાનમા પાણી ભરાઇ જવાની સમસ્યા વચ્ચે અનેક પરિવારોના ઘરે ગેસના ચૂલા સળગ્યો હોવાની રાવ ઉઠી છે. આકાશગંગામાં રહેતા ર્ડા. જયંતીભાઇ પરમારે જણાવ્યું કે, પુત્રવધૂને પ્રસૂતિ બાદ ઘરે લાવ્યા છીએ ત્યારે વરસાદને કારણે બાળક અને તેની માતાને ક્યાં સૂવું તે એક પ્રશ્ન છે. જ્યારે સામાજિક આગેવાન દિપકભાઇ નારણભાઇ સોલંકીએ મત માંગવા આવતા ધારાસભ્યો કે નગરસેવકો અહીં ફરક્યા હોવાનો રોષ ઠાલવતાં જણાવ્યું કે, બે દિવસથી અહીં સ્થાનિક રહીશો જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓથી વંચિત છે ત્યારે તંત્ર મદદે આવ્યું નથી.

સરકારી ચોપડે 14 ઢોરનાં મોત

મહેસાણાજિલ્લા સરકારી દફતરમાં ચાર દિવસ દરમિ્યાન પડેલા વરસાદને કારણે જિલ્લામાં 14 ઢોરોનુ મોત નિપજ્યું હોવાનો ઉલ્લેખ કરાયો છે ત્યારે મહેસાણા પાંજરા પોળનું વળવું સ્થળ જોવા મળ્યું હતું.જેમાં અતિશય વરસાદને કારણે મહેસાણા પાંજરાપોળમાં અનેક પશુઓના મોત નિપજ્યા હોવાનું જાણવા મળ્યું છે.

વરસાદ બંધ થયા પછી પણ શહેરના નીચાણના ભાગોમાં આવેલી સોસાયટીઓના મકાનો પાણીમાં છે. } ભાસ્કર

સોમનાથ રોડ પરનાં 300 મકાનો હજુ પાણીમાં !