• Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • શહેરમાં 16 કિમી ઝડપે ગરમ પવન ફૂંકાયો, પારો 41 ડિગ્રી

શહેરમાં 16 કિમી ઝડપે ગરમ પવન ફૂંકાયો, પારો 41 ડિગ્રી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હજુ ગરમ માહોલ રહેવાની હવામાન ખાતાની આગાહી

શહેરમાંબુધવારે પ્રતિ કલાકે 16 કિમીની ઝડપે ગરમ પવન ફૂંકાવાની વચ્ચે તાપમાન 41 ડિગ્રી રહ્યું હતું. દેહ દઝાડતા ગરમ પવનની અસર મોડી સાંજ સુુધી રહી હતી.

મહેસાણામાં બુધવારે બપોરે મહત્તમ તાપમાન 41 ડિગ્રી જ્યારે લઘુત્તમ તાપમાન 23 ડિગ્રી રહેવા પામ્યું હતું. વાતાવરણમાં 18 ટકા ભેજ સાથે દિવસ દરમ્યાન 16 કિમીની ઝડપે ગરમ પવન ફૂંકાયા હતા. કાળઝાળ ગરમી અને ગરમ પવન ફૂંકાતા મોડી સાંજ સુધી ગરમીથી શેકાયા હતા. બીજી તરફ ગરમીનો પારો હજુ બે દિવસ યથાવત રહેશે તેમ હવામાન ખાતા દ્વારા જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...