• Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • મેઉ પાસે નીલગાયને અથડાતાં પટકાયેલા બાઇક ચાલકનું મોત

મેઉ પાસે નીલગાયને અથડાતાં પટકાયેલા બાઇક ચાલકનું મોત

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણાતાલુકાના મેઉગામથી પઢારીયા તરફ જવાના માર્ગે શુક્રવારે બપોરે સામેથી આવી રહેલી નીલગાયને અથડાયેલા બાઇક ચાલકનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. લાંઘણજ પોલીસ મથકમાં મૃતક વિરૂધ્ધ અકસ્માતનો ગુનો નોધાયો હતો.

મેઉગામના સંજયભાઇ રત્નાભાઇ દેસાઇ શુક્રવારે બપોરે 3 કલાકે પોતાનું જીજે.2.બીઆર.5663 નંબરનું બાઇક લઇને કામસર બહાર નીકળ્યા હતા.દરમિયાન મેઉથી પઢારીયા તરફ જવાના માર્ગે સામેથી દોડતી આવી રહેલી નીલગાય બાઇકને ધડાકાભેર અથડાતા અકસ્માત સર્જાયો હતો.અકસ્માત દરમિયાન હવામાં ફંગોળાઇને જમીન પર પટકાયેલા યુવાનને માથા અને શરીરના અન્ય ભાગોએ થયેલી ગંભીર ઇજાઓ થતા તાત્કાલિક સારવાર માટે મહેસાણા સીવીલમાં લઇ જવાયો હતો.જ્યા ટુંકી સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું.

બનાવ સ્થળે પહોચેલ પોલીસે પંચનામા સહિતની કાર્યવાહી બાદ લાશનું મહેસાણા સીવીલમાં પોસમાર્ટમ કરાવ્યું હતું.આ અંગે મફાભાઇ ગાંડાભાઇ દેસાઇએ લાંઘણજ પોલીસ મથકમાં મૃતક સંજય દેસાઇ વિરૂધ્ધ અકસ્માતનો ગુનો નોધાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...