તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખેડૂત પાસેથી ATMનો નંબર મેળવી રૂા 74 હજારની ઉઠાંતરી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બહુચરાજીનામોઢેરા ગામના ખેડૂતને અજાણ્યા નંબર પરથી બેંકનો કર્મચારી હોવાની ઓળખ આપી એટીએમ નંબર મેળવી ગઠીયો રૂ 74.993 ઉઠાવી જતાં પોલીસ મથકમા ગુનો નોધાયો છે.

મહેસાણા રહેતા અને મોઢેરાના ધરોવાડપુરા ગામે જમીન ધરાવતા ગણેશભાઇ ચેલાભાઇ પટેલ બુધવારે સવારે મોબાઇલ પર અજાણ્યા વ્યક્તિએ ફોન કરીને બેંકમાંથી બોલતો હોવાની ઓળખ આપી બેંક એકાઉન્ટના જરૂરી નંબરો મેળવી લીધા હતા. કેટલાક કલાકો બાદ ગણેશભાઇ પટેલને છેતરાયાની શંકા જતા બેંકમાં ગયા હતા અને તેમના અેકાઉન્ટમા તપાસ કરતા રૂ 74,993 જેટલી રકમ ઉપડી ગયાનું ખુલ્યું હતું. જેમણે મોઢેરા પોલીસ મથકમાં અજાણ્યા ગઠીયા વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...