તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • મહેસાણામાં ભાદરવો ભડકે બળ્યો, તાપમાન 37 ડિગ્રી પાર

મહેસાણામાં ભાદરવો ભડકે બળ્યો, તાપમાન 37 ડિગ્રી પાર

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગરમી વધતાં લોકો અકળાયા, આજે ઉત્તર ગુજરાતમાં છૂટોછવાયો વરસાદ થવાની હવામાન ખાતાની આગાહી

વરસાદનાવિરામ વચ્ચે ગરમીનું જોર વધી રહ્યું છે, ગુરુવારે મહેસાણામાં વાદળછાયું અને તકડાવાળા મિશ્ર વાતાવરણ વચ્ચે ગરમીનો પારો 37 ડિગ્રી પાર કરી ગયો હતો. અસહ્ય ગરમી અને ઉકળાટથી લોકો અકળાયા હતા. શુક્રવારથી બે દિવસ દરમિયાન છૂટોછવાયો વરસાદ થવાની સંભાવના છે પરંતુ ગરમીનું પ્રમાણ જળવાઈ રહેશે.

મહેસાણા સહિત ઉત્તર ગુજરાતમાં ચોમાસાના માહોલમાં મહત્તમ તાપમાન 30 ડિગ્રીની અંદર રહેતું હતું હતું. જો કે, છેલ્લા પંદરેક દિવસથી વરસાદની ગેરહાજરીમાં અઠવાડિયાથી તાપમાનમાં પણ ઉછાળો નોંધાયો છે. ગુરુવારે દોઢ ડિગ્રી જેટલા વધારા સાથે મહત્તમ તાપમાન 37.2 ડિગ્રી સુધી પહોંચી ગયું હતું. હવામાં ભેજનું ઓછું પ્રમાણ, પવનની મર્યાદિત ગતિ વચ્ચે ઊંચા તાપમાનના કારણે બપોરના સમયે વાદળો હટે ત્યારે તડકામાં ચામડી દાઝતી હોઈ લોકોને ઉનાળાનો અહેસાસ થયો હતો. તાપમાની સાથે સાથે ઉકળાટ પણ વધ્યો હોઈ લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા.

પશ્ચિમ રાજસ્થાન પર સર્જાયેલા અપર એર સાયક્લોનિક સરક્યુલેશનના કારણે શુક્રવાર અને શનિવારે મહેસાણા સહિત ઉત્તર ગુજરાતમાં છૂટોછવાયો વરસાદ થવાની સંભાવના છે છતાં ગરમીનું પ્રમાણ તો એકાદ ડિગ્રીની વધઘટ સાથે જળવાઈ રહેશે તેમ હવામાન વિભાગનાં સૂત્રોએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...