રોગચાળો વકર્યો ત્યારે પાલિકામાં દવા ખુટી પડી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણામાંમચ્છરોનો ઉપદ્રવ અટકાવવા પાલિકા દ્વારા જંતુનાશક દવાઓનો છંટકાવ શરૂ કરાયો છે. જો કે, હાલમાં પાલિકા પાસે દવાઓનો સ્ટોક ખુટી પડ્યો હોઈ કેટલાક વિસ્તારોમાં દવાઓના છંટકાવની કામગીરી અટકી ગઈ છે. પાલિકા દ્વારા કેટલાક દિવસ અગાઉ નવી દવા ખરીદવા માટે ટેન્ડર પાડી દેવાયું હતું અને ટેન્ડર પણ આવી ગયાં છે, પરંતુ બે દિવસથી ચીફ ઓફિસર રજા પર ઉતરી ગયા છે અને અન્ય ચીફ ઓફિસરને ચાર્જ પણ સોંપાયો નથી. જેના કારણે ટેન્ડરના ભાવ ખોલવાની કામગીરી પણ અટકી હોઈ દવાનો નવો જથ્થો મંગાવવામાં વિલંબ થઈ રહ્યો છે.

સોમવારસુધી નવી દવાઓ આવી જશે : પાલિકા પ્રમુખ

પાલિકાપ્રમુખ નિમિષાબેન પટેલે જણાવ્યું હતું કે, એક વખત આખા શહેરમાં દવાઓનો છંટકાવ કરી દેવાયો છે. બીજા રાઉન્ડ માટે સ્ટોક હતો તેટલી દવાઓ પણ દરેક વોર્ડ જમાદારને આપી દેવાઈ છે. નવી દવાઓ ખરીદવા ટેન્ડર પાડી દેવાયું છે પરંતુ ભાવ ખોલવાના બાકી છે. શુક્રવારે ચીફ ઓફિસરનો ચાર્જ અન્ય અધિકારીને સોંપાવાનો છે. ત્યાર બાદ ભાવ ખોલીને એજન્સી નક્કી કરી ઓર્ડર આપી દેવાશે. સોમવાર સુધી નવી દવાઓ આવી જશે.

અન્ય સમાચારો પણ છે...