તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • મુલસણની સગીરાનો કબજો મેળવવા પિતાની હાઇકોર્ટમાં ધા

મુલસણની સગીરાનો કબજો મેળવવા પિતાની હાઇકોર્ટમાં ધા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણાનામુલસણના ભરતભાઇ પટેલની સગીર પુત્રી ગત 4 ઓકટોબરે બપોરે 12-30 વાગે મહેસાણા સ્થિત પરા હાઇસ્કૂલમાં ધોરણ-11ની પરીક્ષા આપવા ગઇ હતી અને મોડી સાંજ સુધી પરત આવતાં શોધખોળ હાથ ધરાઇ હતી. તપાસ દરમિયાન તેણીને ગામના નરેશજી રેવાજી ચાવડા સાથે 6 મહિનાથી પ્રેમસંબંધ હોવાની જાણ થતાં તે દિશામાં તપાસ કરી હતી. પરંતુ તે પણ મળી આવ્યો હતો.

જેને પગલે ભરતભાઇએ લાંઘણજ પોલીસ સ્ટેશનમાં પુત્રીના અપહરણ અંગે ફરિયાદ નોંધાવી હતી.ફરિયાદના દોઢ મહિનો થવા છતાં સગીરાની શોધખોળમાં નક્કર પગલાં નહીં લેવાતાં સગીરાના પિતાએ ગુજરાત હાઇકોર્ટમાં જાહેરહિતની પિટીશન દાખલ કરી પુત્રીનો કબજો મેળવવા માંગણી કરી હતી. જેમાં કોર્ટે લાંઘણજ પોલીસ અને તપાસનીસ અધિકારી સર્કલ ઇન્સપેક્ટરને 29મી નવેમ્બરે કોર્ટમાં હાજર થવા નોટિસ કાઢતાં કેસ પુન: ચર્ચાસ્પદ બન્યો છે.

અન્ય સમાચારો પણ છે...