તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • વીવીપેટને સીધા સૂર્ય પ્રકાશનું જોખમ: ચૂંટણી કાર્યમાં સામેલ કર્મીઓને માહિતગાર કરાયા

વીવીપેટને સીધા સૂર્ય પ્રકાશનું જોખમ: ચૂંટણી કાર્યમાં સામેલ કર્મીઓને માહિતગાર કરાયા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણાજિલ્લાની સાત વિધાનસભા બેઠકમાં મતદાન વખતે ઉપયોગમાં આવનાર વીવીપેટ સેન્સિટિવ હોવાનું જાણવા મળ્યું છે. વીવીપેટ પર સીધો સૂર્ય પ્રકાશ કે વધુ પડતી લાઇટ પડે તો તે ખોટકાઇ શકે છે તેવું નિષ્ણાંતોનું માનવું છે. ત્યારે જિલ્લા ચૂંટણી પંચ દ્વારા ડેમો સમયથી અધિકારીઓ અને કર્મચારીઓને વીવીપેટના ઉપયોગ વખતે જરૂરી પગલાંથી માહિતગાર કરાયા હતા.

મતાદાન સમયે ઉપયોગમાં આવનાર વીવીપેટ સેન્સિટિવ મશીન છે. જેના પર સૂર્યનો સીધો પ્રકાશ પડે કે પછી વધુ પડતી લાઇટ પડે તો તે ખોટકાઇ શકે છે. ત્યારે જિલ્લા ચૂંટણી પંચ દ્વારા તેના સાવચેતી પગલાં રૂપે મતદારો વચ્ચે ડેમો આપતી વેળાએ વીવીપેટને સાચવવા માટે જે તે સમયે માહિતગાર કરાયા હતા. જેને લઇ જિલ્લામાં અત્યાર સુધીમાં અપાયેલા તમામ ડેમો સમયે વાતને ધ્યાને રાખી મંડપ નીચે કે પછી રૂમમાં વીવીપેટને ઓપરેટ કરાયું હતું. જો કે, મતદાન મથકે વીવીપેટ બંધ બોક્સમાં પહોંચશે તેમજ જિલ્લાના તમામ મતદાન મથકો સીધા સૂર્યપ્રકાશમાં આવી શકે તેમ હોઇ વીવીપેટને અસર નહી થાય. તેમ છતાં મામલે ચૂંટણી કામકાજમાં જોડાયેલા તમામ સ્ટાફને અંગે માહિતગાર કરાયા હોવાનું જિલ્લા કલેકટર એચ.કે.પટેલે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...