તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • જીએસટીના કારણે ચાલુ સાલે ગરમ કપડાંના ભાવમાં 5થી 10 ટકાનો વધારો

જીએસટીના કારણે ચાલુ સાલે ગરમ કપડાંના ભાવમાં 5થી 10 ટકાનો વધારો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચાલુસાલે નવેમ્બર પૂરલ થવા આવ્યો છતાં હજુ જોઇએ તેવી ઠંડીનો ચમકારો જોવા મળતાં મહેસાણામાં ગરમ કપડાંનો વેપાર ઠંડો ચાલી રહ્યો છે. એમાંય જીએસટી સહિતના ખર્ચેને લઇ ગત વર્ષ કરતાં ગરમ કપડાંમાં 5 થી 10 ટકા મોંઘા થયા છે. જો કે, ઠંડી જામશે અને વેપાર વધશે તેવી આશા વેપારીઓ વ્યક્ત કરી રહ્યા છે.

મહેસાણાના બજારોમાં ગરમ કપડાંનું બજાર શરૂ તો થઇ ગયું છે, પરંતુ ઓછી ઠંડીને લઇ હજુ મહેસાણાવાસીઓ ગરમ કપડાંની ખરીદી તરફ જોઇએ તેટલાં પ્રમાણમાં રસ દાખવી રહ્યા નથી. તેમજ હાથના મોજા થી લઇ લેધર જેકેટ સુધીના તમામ ગરમ કપડાંમાં 5 ટકા સુધીના જીએસટી સાથે અન્ય ખર્ચને લઇ ગરમ કપડામાં ગત વર્ષ કરતાં ચાલુ સાલે રૂ. 25 થી લઇ 250 સુધીનો વધારો આવ્યો હોવાનું વેપારી મુકેશભાઇએ જણાવ્યું હતું. બીજી બાજુ કેટલાક વેપારીઓને જીએસટીનું ગણિત ગળે ઉતરતા ગરમ કપડાંની દરેક વેરાયટી પર રૂ.10 થી 20 નો વધારો કરી વેપાર કરી રહ્યા છે.

ગરમ કપડાંના ભાવ

ગરમકપડાં ભાવ

લેધર જેકેટ(પુરૂષ) 1500 થી 2500

જેકેટ(સ્ત્રી) 500 થી 1100

સ્વેટર(પુરૂષ) 400 થી 1200

સ્વેટર(સ્ત્રી) 360 થી 1200

મફલર 120 થી 250

હાથના મોજા 120 થી 150

સ્કાફ 120થી 200

લોગ પોંચું(સ્ત્રી) 250 થી 600

બેબી સુટ 250 થી 350

જેકેટ(બાળકો) 250 થી 500

સ્વેટર(બાળકો) 250 થી 400

અન્ય સમાચારો પણ છે...