તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • પ્રધાનમંત્રી આવાસ યોજનામાં 5699 પરિવારોએ ડિમાન્ડ કરી

પ્રધાનમંત્રી આવાસ યોજનામાં 5699 પરિવારોએ ડિમાન્ડ કરી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રધાનમંત્રીઆવાસ યોજના અંતર્ગત મહેસાણામાં હાથ ધરાયેલા ડિમાન્ડ સરવેમાં કુલ 5699 પરિવારોએ વિવિધ ત્રણ યોજનાઓમાં ડિમાન્ડ ફોર્મ ભર્યાં હતાં. જેમાં ઋણ આધારિત સબસીડી યોજના અંતર્ગત 35 જેટલી બેન્કો સાથે ટાઈઅપ કરાયું હોઈ તેમણે પાલિકાનો અથવા બેન્કનો સંપર્ક કરવા જણાવાયું છે. ઘર બનાવવા કે ખરીદવા રૂ.6 લાખ સુધીની લોન વ્યાજદર વાર્ષિક 6.5 ટકા લેખે મળી શકે છે.

યોજનામાં 3338, એફોર્ડેબલ હાઉસિંગ ઈન પાર્ટનરશિપ યોજનામાં 851 અને લાભાર્થીની આગેવાની હેઠળ વ્યક્તિગત ઘર બાંધકામ અથવા વૃદ્ધિ માટે 1510 પરિવારોએ ડિમાન્ડ ફોર્મ ભર્યાં હતાં. જેમાં એફોર્ડેબલ હાઉસીંગ ઈન પાર્ટનરશિપ યોજના માટે ક્યા વિસ્તારમાં બનાવવા તેની જગ્યા સહિતનો પ્રાથમિક સરવે ચાલું છે. વ્યક્તિગત ઘર બાંધકામ અથવા વૃદ્ધિ યોજના માટે એજન્સી દ્વારા ફોર્મ વેરિફીકેશનની કામગીરી હાથ ધરાઈ છે. જેમાં 750 ફોર્મનું વેરિફીકેશન થઈ ગયું હોવાનું નોડલ ઓફિસરે જણાવ્યું હતું. યોજનામાં 30 ચો.મી.થી નાના ઘર બાંધવા કે સમારકામ માટે રૂ.3.5 લાખ સુધીની સહાય મળશે.

અન્ય સમાચારો પણ છે...