તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • મહેસાણા | નગરપાલિકાદ્વારા શહેરના ફુવારા ચોક પાસે અરવિંદ બાગની બાજુમાં

મહેસાણા | નગરપાલિકાદ્વારા શહેરના ફુવારા ચોક પાસે અરવિંદ બાગની બાજુમાં

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણા | નગરપાલિકાદ્વારા શહેરના ફુવારા ચોક પાસે અરવિંદ બાગની બાજુમાં પાંચેક વર્ષ પૂર્વે અદ્યતન 1500 સીટનો ટાઉનહોલ બનાવવાની કામગીરી હાથ ધરાઈ છે. એક સમયે મંત્રીએ આર્કિટેક્ટ અને કોન્ટ્રાક્ટરને ખખડાવ્યા બાદ માંડ થોડોઘણો વેગ મળ્યો, છતાંય ટાઉનહોલનું સિવિલ વર્ક પૂરું થતાં ચાર વર્ષ લાગ્યા. ગત ડિસેમ્બરમાં ભાજપે પાલિકાની સત્તા ગુમાવી અને કોંગ્રેસ સત્તા સંભાળે તે પહેલાં ઉતાવળે ટાઉનહોલનું નામકરણ કરી દેવાયું હતું. જે માટે બહારથી તો ટાઉનહોલ ચકાચક કરી દેવાયો હતો. પરંતુ લિફ્ટ, ઈલેક્ટ્રીક, એસી, ફાયર સેફ્ટી, એકોસ્ટીક, સ્ટેજ ડિઝાઈન, ખુરશીઓ વગેરેનું કામ તો તે સમયે પણ અધુરું હતું. જે હજું પણ પુરું થયું નથી. ચારેક મહિના પહેલાં પાલિકાના સત્તાધિશોએ પ્રાંત અધિકારીની હાજરીમાં વિવિધ એજન્સીઓની બેઠક કરી હતી જેમાં જૂન માસ સુધી કામગીરી પૂર્ણ નહીં થાય તો બ્લેકલીસ્ટમાં મૂકી દેવાની ચીમકી પણ અપાઈ હતી. છતાં હજુએ કામગીરી પૂર્ણ નથી થઈ. પાલિકા પ્રમુખ નિમિષાબેન પટેલે જણાવ્યું હતું કે, સમયસર કામગીરી પૂરી કરનારી એજન્સીઓનું કામ રદ કરી નવી એજન્સીઓને આપવાનું મેં તો કહ્યું હતું. પરંતુ કારોબારી કમિટી અને પ્રાંત અધિકારીએ જૂન સુધીનો સમય આપ્યો હતો. અઠવાડિયા પહેલાં ચીફ ઓફિસર સાથે ટાઉનહોલની કામગીરીની સમીક્ષા કરી હતી અને કોન્ટ્રાક્ટરોને ઝડપથી કામ પૂર્ણ કરવા તાકીદ કરી હતી. તસવીર-ભાસ્કર

અન્ય સમાચારો પણ છે...