તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • મહેસાણામાં ડ્રોનથી લીમડાનાં 2,000 બીજનું વાવેતર કરાયું

મહેસાણામાં ડ્રોનથી લીમડાનાં 2,000 બીજનું વાવેતર કરાયું

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અત્યારસુધી મંદિરોમાં કે સભામાં પુષ્પવર્ષા કરવા કે ફોટોગ્રાફી-વીડિયોગ્રાફી માટે ઉપયોગમાં લેવાતા ડ્રોન દ્વારા મહેસાણામાં બીજનું વાવેતર કરવાનો પ્રયોગ થયો છે. રાજ્યમાં પ્રથમવાર થયેલા પ્રયોગમાં 20 મિનિટમાં લીમડાનાં 2000 જેટલાં બીજ રોપવામાં આવ્યાં છે.

એક સ્થળેથી બીજા સ્થળે જતાં પક્ષીઓના શરીર પર પણ ઘણી વાર બીજ ચોંટી જતાં હોય છે અને તે અન્યત્ર પડતાં ઊગી જાય છે તો પછી રીતે હજારોની સંખ્યામાં બીજ પડે તો કેમ ઊગેω? એવો વિચાર આવતાં ડ્રોનની મદદથી વાવેતર કરવાનું નક્કી કર્યું હોવાનું મહેસાણામાં રહેતા ગણપત યુનિવર્સિટીના પ્રોફેસર પ્રદીપભાઈ પટેલે જણાવ્યું હતું.

પ્રદીપભાઈએ વિચાર અન્ય યુવાનો આશિષ પટેલ, રાજેશ રાવલ, પીયૂષ જોષી, હિતેન પટેલ, નિલેષ મોદીને જણાવ્યો અને બધાએ ઉત્સાહપૂર્વક તેને વધાવી લીધો. છઅે મિત્રે મળીને મહેસાણાના રિંગરોડની બાજુમાં તેમજ દેદિયાસણ ગામે કળેશ્વરી માતાજીના મંદિરની બાજુનાં સ્થળો પસંદ કર્યાં અને ત્યાં ડ્રોનથી પ્રાયોગિક ધોરણે 2000 બીજનું વાવેતર કર્યું, જેમાં તેમને 20 મિનિટનો સમય લાગ્યો. દેદિયાસણમાં રહેતા આશિષ પટેલે કહ્યું કે, આમાંથી 10 ટકા બીજ ઊગે પણ 20 મિનિટમાં 200 વૃક્ષનું વાવેતર થયું કહેવાય. સમય અને મજૂરી બચાવવાનો ઉત્તમ રસ્તો છે. ડ્રોનથી જીપીએસ દ્વારા આવી રીતે લાઇનબંધ વાવેતર કરી શકાય છે.

એનિમેશન વીડિયો જોઈને વિચાર આવ્યો

^15 ઑગસ્ટે 505 છોડ વાવવાનો અમે કાર્યક્રમ કર્યો ત્યારે ખબર પડી કે, આમાં તો બહુ વાર લાગે, કાંઈક વિચારવું જોઈએ. પછી ઈન્ટરનેશનલ એનિમેશન વિડીઓ જોઈને વિચાર સ્ફૂર્યો કે, ડ્રોનથી વાવેતર કરીએ અને અમે કરી બતાવ્યું. > પ્રદીપભાઈપટેલ, પ્રોફેસર

પોચી જમીનમાં પડેલા બીજ ઊગી નીકળે

ચોમાસામાં જમીન પોચી થતાં ફળદ્રુપ બને ત્યારે પક્ષીઓ દ્વારા કે પવન દ્વારા પડેલાં બીજ આપોઆપ ઉગતાં હોય છે. સિદ્ધાંત પર સીડ્સ બોમ્બીંગ પ્રોસેસ છે. ફાજલ ભીની જમીન પર બિયારણને ડ્રોન દ્વારા લાખોની સંખ્યામાં નાખી સહેલાઈથી ટૂંકા સમયમાં વાવેતર કરી શકાય એણ મહેસાણાના યુવકોએ જણાવ્યું હતું.

રાજ્યમાં પ્રથમવાર ડ્રોન દ્વારા થયેલા પ્રયોગમાં માત્ર 20 મિનિટમાં 2000 જેટલા લીમડાના બીજ રોપવામાં આવ્યા હતા.

રિંગરોડ દેદિયાસણમાં 20 મિનિટમાં રોપણી

અન્ય સમાચારો પણ છે...