મહેસાણામાં 50,649 હેક્ટર ઘઉંનું વાવેતર

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઉત્તરગુજરાતમાં નવેમ્બર અંત સુધીમાં 8.96 લાખ હેક્ટર જમીનમાં રવિ પાકની વાવણી કરાઇ છે. સરકારી તંત્રના ચાલુ સાલે 12.27 લાખ હેક્ટરની વાવણીના અંદાજ સામે અત્યાર સુધીમાં 73.62 ટકા હેક્ટર જમીનમાં વાવેતર પૂર્ણ થયું છે. બીજી બાજુ પાટણ જિલ્લામાં વિભાગના અનુમાન કરતાં ચાલુ સિઝનમાં 4 ટકા વાવેતર વધ્યું છે.

ઠંડી પાછી ઠેલાવાના કારણે રવિ સિઝનનું વાવેતર પણ દસેક દિવસ મોડું શરૂ થયું હતું. સમગ્ર ઉત્તર ગુજરાતની 12.17 લાખ હેક્ટર જમીનમાં રવિ પાકનું વાવેતર થવાનો અંદાજ મુકાયો છે. જે જોતાં પાટણ જિલ્લામાં 1.77 લાખ હેક્ટર જમીનમાં એટલે કે અંદાજ કરતાં 4 ટકા વધુ વાવેતર થયું છે. તેમજ મહેસાણામાં 1.37 લાખ હેક્ટર, બનાસકાંઠામાં 4.47 લાખ હેક્ટર અને અરવલ્લીમાં 70528 હેક્ટરમાં વાવેતર થઇ ચુક્યું છે. સાબરકાંઠામાં હજુ સુધી 62938 હેક્ટર જમીનમાં એટલે કે 53.16 ટકા વાવેતર થયું છે. હજુ આગામી 5 થી 10 ડિસેમ્બર સુધી ખેડૂતો દ્વારા વાવણી કરાશે.

અન્ય સમાચારો પણ છે...