Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ગેસ-લાઇટ-લાકડાનો ખર્ચ પાલિકાના માથે, દાન રોટરી કલબના ખિસ્સામાં !
મહેસાણાનાપરામાં આવેલા મુક્તિધામમાં ગેસ, લાઈટબીલ, લાકડાનો ખર્ચ પાલિકા ભોગવે છે જ્યારે મળેલા દાનની રકમ તેનું સંચાલન કરતી રોટરી ક્લબ પાસે રહે છે, તો રોટરી ક્લબ ખર્ચ ઉપાડે કે મુક્તિધામનું સંચાલન પાલિકાને સોંપી દે તેવો ઠરાવ કારોબારી સભામાં કરાયો છે અને મામલે પાલિકાની આગામી સામાન્ય સભામાં નિર્ણય લેવાશે.
મહેસાણા નગરપાલિકા દ્વારા ભાજપના શાસન વખતે શહેરના પરામાં આવેલા મુક્તિધામનો વિકાસ કરી તેનું સંચાલન રોટરી ક્લબ ઓફ મહેસાણાને સોંપાયું હતું. રોટરી ક્લબ દ્વારા રાત્રે મૃતદેહનો અગ્નિસંસ્કાર કરવા દેવા મામલે પણ જે તે સમયે જયદીપસિંહ ડાભી સહિત કોંગ્રેસના નગરસેવકોએ વિરોધ કરતાં નગરસેવકના લેટરપેડ પર લખાણ સાથે રાત્રે મૃતદેહના અગ્નિસંસ્કાર કરવાનું શરૂ કરાયું હતું. હવે જ્યારે પાલિકામાં કોંગ્રેસનું શાસન આવ્યું છે ત્યારે મામલે ફરી વિવાદ સર્જાયો છે. રોટરી ક્લબ દ્વારા મુક્તિધામના પ્રાર્થના હોલમાં ત્રણ એસી લગાવવા અંગેની માંગણી કરાતાં મુદ્દો પાલિકાની 19મી એપ્રિલે મળેલી કારોબારીની બેઠકમાં ચર્ચાયો હતો. જેમાં મુક્તિધામમાં વપરાતા સીએનજી ગેસ, લાકડાં, લાઈટબિલનો ખર્ચ (પ્રતિમાસ અંદાજીત રૂ.50 હજારથી વધુ) પાલિકા ભોગવે છે અને લોકોએ આપેલા દાનની રકમ રોટરી ક્લબ પાસે રહે છે જેથી ખર્ચ રોટરી ક્લબ ભોગવશે અને જો તે શક્ય હોય તો ક્લબ મુક્તિધામ પાલિકાને સોંપે અને તેની નિભાવણી નગરપાલિકા કરશે તેવી મંજૂરી સાથે મુદ્દો સામાન્ય સભામાં લઈ જવાનું ઠરાવાયું હતું.
જે મુદ્દો પાલિકાની 25મી જુલાઈની સામાન્ય સભામાં પણ ચર્ચા માટે લેવાયો હોઈ મામલે ફરી વિવાદ સર્જાયો છે.