તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Mehsana
 • રેકર્ડની જાળવણીનો મુદ્દો જિલ્લા સંકલનમાં ચર્ચાયો, સ્થિતિ જૈસે થે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રેકર્ડની જાળવણીનો મુદ્દો જિલ્લા સંકલનમાં ચર્ચાયો, સ્થિતિ જૈસે થે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
શહેરનાઆઝાદ ચોક વિસ્તારમાં આવેલી જર્જરિત જૂની મામલતદાર કચેરીમાં ધૂળ ખાતાં દસ્તાવેજોની જાળવણીનો મુદ્દો જિલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને મળેલી સંકલન સમિતિની બેઠકમાં ચર્ચાયો હતો. બેઠકના 15 દિવસ બાદ પણ જરૂરી જગ્યાના અભાવે નિર્ણય લઇ શકાયો નથી. જોકે, મામલતદાર નવી બની રહેલી પ્રાંત કચેરીમાં જગ્યા મળે તો રેકર્ડરૂમ બનાવવાનું કહી રહ્યા છે.

શહેરના આઝાદ ચોકમાં આવેલી દાયકાઓ જૂની જર્જરિત મામલતદાર કચેરીમાં મહેસાણા તાલુકાના મહત્વના દસ્તાવેજો જાળવણીના અભાવે ધૂળ ખાઇ રહ્યા છે. મહત્વનું છે કે, કોઇપણ અરજદારને જમીન લગત દસ્તાવેજની જરૂર પડે તો કર્મચારી અને અરજદારને જૂની મામલતદાર કચેરી આવવું ફરજિયાત રહે છે. આમ જૂની અને નવી મામલતદાર કચેરી વચ્ચે અટવાયેલા દસ્તાવેજોની જાળવણીના મુદ્દે તાજેતરમાં મળેલી જિલ્લા સંકલન સમિતિની બેઠકમાં સાંસદ જયશ્રીબેન પટેલે સવાલ ઉઠાવી અલાયદો રેકર્ડરૂમ બનાવવા સૂચન કર્યુ હતું. જોકે, બેઠક બાદ મુદ્દે કોઇ વિચારણા હાથ ધરાઇ નથી. ત્યારે પડુ પડુ થઇ રહેલી જૂની મામલતદાર કચેરીમાં રખાયેલા રેકર્ડ ઉપર ચોમાસામાં વરસાદી પાણી ફરી વળે તેવી દહેશત સેવાઇ રહી છે.

મામલે મહેસાણા મામલતદાર વિપુલ ઠક્કરના કહેવા મુજબ, જિલ્લા કલેકટર સાથે ચર્ચા બાદ રેકર્ડરૂમની વ્યવસ્થા નિયત કરાશે. હાલમાં મામલતદાર કચેરીના પ્રથમ મજલે બની રહેલી પ્રાંત કચેરીમાં નકશા મુજબ કોઇ જગ્યા વધતી હોય તો તેમાં રેકર્ડ રૂમ ઉભો કરવાની વિચારણા ચાલી રહી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો