તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Mehsana
 • માનવઆશ્રમ વિસ્તારમાં ઊંચા રોડથી ભરાતા પાણીનો નિકાલ કરવાની માંગ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માનવઆશ્રમ વિસ્તારમાં ઊંચા રોડથી ભરાતા પાણીનો નિકાલ કરવાની માંગ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મહેસાણા | શહેરનામાનવઆશ્રમ આસપાસના વિસ્તારમાં માર્ગ મકાન વિભાગ દ્વારા દર વર્ષે રોડ વધુને વધુ ઊંચા કરવામાં આવતા હોઈ વિસ્તારની સોસાયટીઓમાં પાણી ભરાવાની સમસ્યાના પગલે રોડ નીચે નાની પાઈપો નાખવાના બદલે મોટાં સ્લેબવાળાં નાળાં બનાવવાની કે રોડ નીચા કરવાની રજૂઆત માર્ગ મકાન મંત્રીને કરાઈ છે.

મહેસાણાના માનવઆશ્રમ આસપાસના તમામ મુખ્ય માર્ગો માર્ગ-મકાન વિભાગના હસ્તક છે. માર્ગ-મકાન વિભાગ દ્વારા દર વર્ષે રોડ પર નવું લેયર ચઢાવી દેવાતું હોઈ રોડ ઊંચા થઈ રહ્યા છે. રોડ તોડીને રિસરફેસ કરવાના બદલે પ્રતિવર્ષે ઊંચા થતા હોઈ આસપાસની સોસાયટીઓ માટે રોડ ડેમસાઈટ જેવા સાબિત થઈ રહ્યા છે અને એના કારણે સોસાયટીઓમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાતી હોવાની રાવ રહીશોએ વ્યક્ત કરી હતી. રોડ નીચે બનાવેલાં નાળાં પણ નાની-નાની પાઈપોથી બનાવાયેલાં છે, જે પાણીનો પૂરતો નિકાલ કરી શકતાં હોઈ પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે. જેથી વિસ્તારના રહીશ અને નગરસેવક ત્રિભોવનભાઈ ઓઝાએ રોડ નીચે સ્લેબવાળાં મોટાં ગરનાળાં ..અનુસંધાન8 પર

માનવઆશ્રમ વિસ્તારમાં

બનાવવાનીકે રોડ નીચાં કરવાની જરૂરિયાત દર્શાવી અંગે માર્ગ-મકાન મંત્રી નીતિનભાઈ પટેલ સમક્ષ રજૂઆત કરી છે. ઉપરાંત માનવઆશ્રમથી સાંઈબાબા તરફ વરસાદી પાણીની કેનાલ બનાવવાની પણ માંગ કરી છે.

B.A-M.Aગુજરાતી

સત્તાધીશોવિચારતા થયા હતા આખરી અભ્યાસક્રમના અમલીકરણમાં ફેરફાર કરવાનો નિર્ણય કુલપતિ દ્વારા કરવામાં આવ્યો છે. જેમાં બી.એ ગુજરાતી સેમ 1થી 6 અને એમ.એ ગુજરાતી સેમ 1થી 4નો નવો અભ્યસાક્રમ જૂન 2016થીક્રમશ: અમલ કરવા તથા પરીક્ષા સ્કીમ અગાઉ વિનયન વિદ્યાશાખાની યથાવત રાખવા એકેડેમિક કાઉન્સિલ વતી કુલપતિએ મંજૂર કરીને સલગ્ન કોલેજોને અમલવારી કરવા યુનિ.ની વેબસાઇટ પર પરિપત્ર કરાયો હતો. ક્રમશ: અભ્યાસક્રમ અમલવારીના નિર્ણયને પગલે વિદ્યાર્થી સંગઠન એબીવીપી કાર્યકરોએ ખુશી વ્યકત કરી હતી.

ધીંગામસ્તીકરતા

વિદ્યાર્થીઓનેધીંગા મસ્તી કરતા હોઇ એકદમ ઉશ્કેરાઇ ગયા હતા અને તેમના હાથમાં રહેલ ડસ્ટરર સુનિલને છુટુ માર્યુ હતું. જેના પગલે તેની આંખનો નીચેનો ભાગ સુઝી ગયો હતો. સુનિલે ઘરે જતા વાલીને બાબતની જાણ કરતા વાલીએ શિક્ષિકા વિરૂધ્ધ કડી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે જેના અનુસંધાને પોલીસે શિક્ષિકાનુ નિવેદન લઇ કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો