Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
વિદ્યાર્થીઓની આધારકાર્ડ નોંધણી માટે શિક્ષણ વિભાગમાં દોડધામ
વિવિધશિષ્યવૃત્તિ સીધી વિદ્યાર્થીઓના ખાતાઓમાં આપવા માટે આધારકાર્ડની નોંધણી 100 ટકા પૂર્ણ કરવાના કરાયેલા આદેશના પગલે શિક્ષણ વિભાગ દ્વારા પણ શાળાઓમાં પરિપત્ર કરી આધારકાર્ડ નોંધણી પૂર્ણ કરવાના આદેશ કરતાં દોડધામ શરૂ થઈ છે.
સરકાર દ્વારા વિવિધ સરકારી લાભ નાગરિકોને સીધા તેમના બેન્ક એકાઉન્ટમાં આપવાની શરૂઆત કરાઈ છે અને તે માટે બેન્ક એકાઉન્ટ સાથે આધારકાર્ડ સિડીંગ કરવું જરૂરી હોય છે ત્યારે હવે વિદ્યાર્થીઓને પણ મળતી વિવિધ શિષ્યવૃત્તિ સહિતના લાભ તેમના બેન્ક એકાઉન્ટમાં સીધા જમા કરવાનો આદેશ કરાયો છે. જે માટે તમામ વિદ્યાર્થીઓની આધારકાર્ડ નોંધાણી કરાવી દેવા તેમજ તેમના આધારકાર્ડનું બેન્ક એકાઉન્ટ સાથે સિડીંગ કરાવવાના આદેશ કરાયા છે. શિક્ષણ વિભાગ દ્વારા છેલ્લા એકાદ વર્ષથી માટે શાળાઓમાં પરિપત્રો કરીને વિદ્યાર્થીઓનાં આધારકાર્ડ નોંધણીની વિગતો મંગાવવા સહિતની કામગીરી હાથ ધરાઈ હતી. પરંતુ હવે આધારકાર્ડ સિડીંગ ફરજીયાત કરાતાં શાળાઓમાં પરિપત્ર કરીને જરૂર પડ્યે તાલુકા મામલતદારનો સંપર્ક કરી તમામ વિદ્યાર્થીઓનાં આધારકાર્ડની નોંધણી પૂર્ણ કરવા આદેશ કરાયા છે.
જે અંતર્ગત હાલમાં જિલ્લાના ધો.9થી 12માં અભ્યાસ કરતા કુલ 86,091 વિદ્યાર્થીઓમાંથી 79,775 વિદ્યાર્થીઓના આધારકાર્ડની નોંધણી થઈ ગઈ છે અને બાકીના 6316 વિદ્યાર્થીઓના આધારકાર્ડની નોંધણી પણ ઝડપથી પૂર્ણ કરવાની કવાયત હાથ ધરાઈ છે.