તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શૌચાલયો અધૂરા બન્યા અને 30 લાખ ચૂકવાઇ ગયા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
શહેરના શંકરપુરા, દેલા વસાહત, દેવીપૂજકવાસના 90 ટકા શૌચાલયોમાં પાણીજોડાણ કે મરઘા નથી

રાજ્યસરકારની યોજના અંતર્ગત મહેસાણા નગરપાલિકાએ શહેરના સ્લમ વિસ્તારોમાં બનાવેલા શૌચાલયો પૈકી શંકરપુરા, દેલા વસાહત અને કસ્બાના દેવીપૂજકવાસ વિસ્તારમાં બનાવેલા કુલ 375 શૌચાલયો પૈકી 90 ટકા એવા છે કે જે બને એકથી બે વર્ષ જેટલો લાંબો સમય થવા છતાં ગટરલાઇન કે ખાળકૂવાનું જોડાણ અપાયું નથી. તો ક્યાંક મરઘા કે પાણીની ટાંકી મૂકાઇ નથી. છતાં નગરપાલિકાના ચોપડે કામ પૂર્ણ થયાના શેરા સાથે કામ કરનારી એજન્સીઓને અંદાજે રૂ.30 લાખથી વધુ નાણાં ચૂકવાઇ ગયા હોવાનું તપાસ દરમિયાન ખુલ્યું છે. અધૂરા શૌચાલયોના કારણે લાભાર્થીઓ ખુલ્લામાં શૌચ જવા મજબુર બન્યા છે, જ્યારે બીજીબાજુ શાૈચાલયોના નાણાં ચૂકવીને બેઠેલી પાલિકા લક્ષાંક પૂર્ણ કર્યાનો હાશકારો અનુભવી રહી છે.

સ્વચ્છ ભારત મિશન યોજના અંતર્ગત ખુલ્લામાં શૌચ જનારાઓને અટકાવી શૌચાલયમાં જવા સમજાવાઇ રહ્યા છે. ત્યારે શહેરના શંકરપુરા, કસ્બાના દેવીપૂજકવાસ અને દેલા વસાહતમાં પાલિકાઅે નીમેલી એજન્સીઓના 375 શૌચાલયો બનાવ્યાના દાવા સામે આજે 90 ટકા લાભાર્થીઓ ખુલ્લામાં શૌચ જવા મજબૂર બન્યા છે. શૌચાલયોની અધૂરી કામગીરી છતાં પાલિકાએ એજન્સીઓને 30 લાખથી વધુ નાણાં ચૂકવી શૌચાલય કૌભાંડ આચર્યાની ઉઠેલી ફરિયાદો વચ્ચે દિવ્ય ભાસ્કરની ટીમે કરેલી જાત તપાસ દરમિયાન ચોંકાવનારું ચિત્ર સામે આવ્યું હતું. જેમાં શહેરના કસ્બામાં ...અનુસંધાનપાન-8

દેવીપૂજકવાસમાંબનાવેલા 25 શૌચાલયોમાં નથી પાણીની ટાંકી કે નથી આપ્યું ખાળકૂવાનું જોડાણ. અહીં શૌચાલયોની પાઇપો ખુલ્લી મૂકી દેતાં રહીશોએ બે બાય બેની રૂમને બાથરૂમ અને સામાન મૂકવા સ્ટોરરૂમ બનાવી દીધો છે. જ્યારે દેલા વસાહતમાં 100 શૌચાલયો પૈકી મોટાભાગમાં માત્ર 70 જેટલી ઇંટોથી ખાળકૂવો બનાવ્યો છે, પરંતુ એકેમાં જોડાણ આપેલું હોઇ તમામ પરિવારો ખુલ્લામાં શૌચક્રિયાએ જાય છે. અહીં 614 નંબરના પ્લોટમાં રહેતા એવા 20 પરિવારો છે જેમની પાસે શૌચાલય બનાવવાનું ફોર્મ ભરાવાયું છે, પરંતુ અહીં શૌચાલય બન્યા નથી. સંજોગોમાં તેમના નામે શૌચાલય ઉધારીને નાણાં લેવાઇ ગયાના આક્ષેપો થઇ રહ્યા છે. અહીં રહેતા ભરતભાઇ દેવીપૂજકે કહ્યું કે, એજન્સી કૂવો અને શૌચાલય બનાવવા કડિયાનું મહેનતાણું અમારી પાસે ચૂકવાવે છે અને તેઓ પાલિકામાંથી પૂરેપૂરું બિલ પોતાના નામે વસૂલે છે.

આજ રીતે શહેરના શંકરપુરામાં બે વર્ષ પૂર્વે બનાવેલા 250 શૌચાલયો પૈકીના મોટાભાગના આજે પણ બંધ હાલતમાં છે. જેની પણ કહાણી બંને વિસ્તારો જેવી છે. અહીં શૌચાલયો છે, પરંતુ તમામ પરિવારો બહાર શૌચ જાય છે. અહીં રહેતા ભવાનજી પ્રતાપજી ઠાકોર, વિનુભા ઠાકોર, કલીબેન સહિતની એક વાત છે કે, 2 વર્ષ પૂર્વે શૌચાલયો બનવા છતાં ટાંકી કે કૂવાનું જોડાણ હોઇ કોન્ટ્રાકટરે શૌચાલયનો ઉપયોગ નહીં કરવા કહ્યું છે. બીજીબાજુ અધૂરુું કામ મૂકીને ગયેલા કોન્ટ્રાકટરને પાલિકા દ્વારા શૌચાલય દીઠ રૂ. 8 થી 12 હજાર ચૂકવાઇ ગયા છે. જ્યારે નગરસેવક સંજય બારોટ અને હિરેન મકવાણાએ પણ શૌચાલય બનાવવામાં થયેલા કૌભાંડ બાબતે તપાસ કરવા લેખિત કર્યું છે.

ગટરલાઇનની સુવિધા વિના શૌચાલયો તાણી દીધા

દેલા વસાહતમાં પ્લોટ 613 ઠાકોરવાસમાં બનાવેલા અનેક ખુલ્લા મૂકેલા શૌચાલયોના કૂવા ગત ચોમાસામાં વરસાદી પાણીથી ભરાઇ ગયા હતા. જ્યારે કેટલાકે તો કૂવો પૂરી તેમાં ઉપયોગમાં લેવાયેલા 20થી 25 જેટલી ઇંટો બહાર કાઢીને મૂકી દીધેલી હોઇ અગાઉ અહી કૂવો બનાવ્યો હતો તેવું જગ્યા પર જણાતું નથી. જ્યારે કેટલાક શૌચાલયના મરઘા ઉપયોગ વિના ઉખડી ગયા હતા.

કડિયા અને રિક્ષા ભાડુ પરિવારે ચૂકવવાનું

કસ્બાના દેવીપૂજકવાસમાં રહેતા ભરતભાઇ લીલાભાઇ, રજાકભાઇ યુસુફભાઇ, પંકજ ભૈજીભાઇએ જણાવ્યું કે, શૌચાલય બનાવવા માટે કડિયાની મજૂરી અને સિમેન્ટ સહિતનો માલ રિક્ષામા લાવીએ તેનું ભાડુ લાભાર્થી ચૂકવે ત્યારે તેમને બે બાય બેનું શૌચાલય બનાવી આપવામાં આવે અને તેમાં પણ લાઇનનું જોડાણ હોઇ શૌચાલય બિનઉપયોગી થઇ પડ્યા છે.

કસ્બા દેવીપૂજકવાસમાં નળજોડાણ નહીં કરાતાં લોકોએ શૌચાલયને સ્ટોરરૂમ બનાવી દીધા છે. તો દેલા વસાવતના રહીશો પાસે ફોર્મ ભરાવ્યા બાદ શૌચાલય નહીં બનાવી અપાયાનું રહીશો કહી રહ્યા છે.

સીઓની સહી બાદ મારી સહી થતી : પૂર્વ પ્રમુખ

જેમનાસમયમાં શૌચાલયોની કામગીરી થઇ તે નગરપાલિકાના પૂર્વ પ્રમુખ રોહિતભાઇ પટેલે જણાવ્યું કે, દેલા વસાહતમાં જાત તપાસ દરમિયાન કેટલાક અધૂરા શૌચાલયોની બાબત ધ્યાને આવતાં એક તબક્કાની રકમ બાકી રાખી હતી. અન્ય શૌચાલયો બાબતે મારા ધ્યાનમાં આવ્યું નથી. શૌચાલયોના બિલ ઉપર ચીફ ઓફિસરની સહી બાદ મારી સહી થતી હતી. જોકે, એક કર્મચારીએ સ્વીકાર્યુ હતું કે, કામ પૂર્ણ થયા વિના એજન્સીઓને નાણાં ચૂકવાઇ ગયા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો