તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બંધના એલાનથી પોલીસ સતર્ક, એસટી રૂટ યથાવત

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઉનામાંદલિતો પર થયેલા અત્યાચારના પડઘારૂપે ગુજરાત બંધના અપાયેલા એલાનના પગલે અનિચ્છનીય બનાવ બનતો અટકાવવા બુધવારે જિલ્લાભરમાં પોલીસ બંદોબસ્ત રહેશે. રેલી અને આવેદનપત્રની સાથે દલિતો બંધના એલાનને સફળ બનાવવા કાર્યક્રમો આપશે. જોકે, એસટી બસના રૂટમાં કોઇ ફેરફાર કરાયો નથી.

ઉનામાં દલિતો પર થયેલા અત્યાચારના પડઘા સતત બીજા દિવસે પણ સૌરાષ્ટ્રમાં જોવા મળ્યા હતા. વણસતી પરિસ્થિતિ વચ્ચે દલિત સમાજે ગુજરાત બંધનું એલાન આપતાં મહેસાણા...અનુસંધાન પાન-8

જિલ્લાપોલીસે એલર્ટ બની છે. જિલ્લાના દલિત સમાજે બુધવારે રેલી સ્વરૂપે જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપવાના કાર્યક્રમની સાથે ગુજરાત બંધના એલાનને પગલે ચક્કાજામ અને દુકાનો બંધ કરાવવા સહિતની કાર્યવાહી દરમિયાન અનિચ્છનીય બનાવ બનતો અટકાવવા જિલ્લાના તમામ પોલીસ મથકોના પોલીસ અધિકારીઓને તેમના વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવા સૂચના અપાઇ છે. જ્યારે બીજીબાજુ બંધના એલાનને પગલે એસટી બસના રૂટમાં કોઇ ફેરફાર કરાયો નથી. અંગે વિભાગીય એસટી નિયામક નટુભાઇ પટેલે જણાવ્યું કે, એસટીના રૂટમાં કોઇ ફેરફાર કરાયો નથીલ પરંતુ સૌરાષ્ટ્ર તરફ જતી બસોના ડ્રાઇવરોને તોફાન જેવું જણાય તો આગળ વધવાના બદલે પરત ફરવા સૂચના અપાઇ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો