તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • ભાસ્કર િવશેષ | ગત મે માસમાં સૌથી વધુ 204 પશુઓ હડકવા ગ્રસ્ત જોવા મળ્યા : રસી અપાઇ

ભાસ્કર િવશેષ | ગત મે માસમાં સૌથી વધુ 204 પશુઓ હડકવા ગ્રસ્ત જોવા મળ્યા : રસી અપાઇ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શિયાળાનીઋતુમાં પશુઓ હડકવાના રોગનો શિકાર અન્ય ઋતુની સરખામણીમાં વધુ બનતા હોય છે. હડકવાનો શિકાર બનેલા પશુને 24 કલાકની અંદર રસી અપાય તો તેના મોતની શક્યતા વધી જતી હોય છે. હડકાયેલું પશુ બીજા પશુને કરડે તો તે પણ હડકવાનો શિકાર બને છે. સમયસર સારવાર અપાતાં પશુ પોતાનું માથુ પટકીને મોતને ભેટી જાય છે.

જેને લઇ દુધાળા પશુ કે પછી પાલતુ પશુને ખોવાની વારી આવે છે. બીજી બાજુ જિલ્લામાં છેલ્લા સાત માસમાં હડકવાનો શિકાર બનેલા 1068 પશુઓને રસી આપી તેમને મોતના મુખ જતાં બચાવી લેવાયા હતા. સાત માસમાં ગત મે માસમાં સૌથી વધુ 204 પશુઓ હડકવા ગ્રસ્ત જોવા મળ્યા હતા.

સાત મહિનામાં પશુઓને હડકવાની રસી અપાઇ

લક્ષણો પરથી હડકાયા પશુઓને ઓળખી શકાય

{પશુના મોંઢામાંથી સતત લાળ પડવી

{ પશુ ખોરાક લેવાનું બંધ કરી દે

{ વારંવાર ટીપે ટીપે પેશાબ કરે

{ લાઇટ અને પાણીથી દૂર ભાગે

{ સતત બરાડા પાડે

{ પેટનો ભાગ સંકોચાઇ જાય

સાત મહિનામાં 1068 પશુઅોને હડકવા ઉપડ્યો

માસ સંખ્યા

માસ સંખ્યા

એપ્રિલ 149

મે 204

જુન 155

જુલાઇ 142

ઓગષ્ટ 144

સપ્ટેમ્બર 134

ઓક્ટોબર 140

કુલ1068

અન્ય સમાચારો પણ છે...