તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • પીલુદરા ગૌચરમાં માટીખોદતાં 8.84 લાખની પેનલ્ટી વસૂલાઇ

પીલુદરા ગૌચરમાં માટીખોદતાં 8.84 લાખની પેનલ્ટી વસૂલાઇ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણાતાલુકાના પીલુદરા ગામે ગૌચરની જમીનમાંથી 4313 મેટ્રીક ટન માટી ખોદવામાં આવી હતી. માટી ખોદનાર કોન્ટ્રાક્ટર પાસેથી ખાણ ખનીજ વિભાગે રૂ. 8.84 લાખ પેનલ્ટીની વસૂલાત કરી છે.

પીલુદરા ગામે ગૌચરમાં રાત્રે હિટાચી મશીનથી ખોદકામ કરીને બે ડમ્પરમાં સાદી માટી ઉલેચવાની કામગીરી દરમિયાન ત્રાટકેલ ખાણ અને ખનિજ તંત્રની ટીમ દ્વારા વાહનો સીઝ કરીને ખનન માપણી હાથ ધરાઇ હતી. જેમાં 4313 મેટ્રીક ટન માટીનું ખનન થયું હોવાનું બહાર આવ્યું હતું. ગૌચરમાં ગેરકાયદે ખનનમાં ગુજરાત પ્રિવેન્સન �\\\"ફ ઇલલીગ માઇનિંગ અેન્ડ સ્ટોરેજ રૂલ્સ 2017 હેઠળ કાર્યવાહી કરાઇ હતી. દરમિયાન કેટલાક મોટા માથાએ કાર્યવાહીમાં ઢીલ માટે જોર અજમાવ્યું હતું. જોકે, તંત્ર દ્વારા માપણી કરીને નિયત પ્રક્રિયા કરાઇ હતી અને ત્રણ વાહન તેમજ સાદી માટી ખનનમાં કુલ રૂ. 8,85,670ની પેનલ્ટી કોન્ટ્રાકટર પાસેથી વસૂલીને વાહન મુક્ત કરાયા હતા. ઉલ્લેખનિય છે કે, ગામમાં રેલવે લાઇન નજીક ગૌચરમાં ગેરકાયદે સાદી માટી ખનન અંગે ગ્રામ પંચાયતના બે સભ્યોએ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી હતી. જેને પગલે તંત્રએ હરકતમાં આવી દંડનીય કાર્યવાહી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...