તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • જોટાણામાં વૃક્ષો કાપી જવા મુદ્દે પિતા પુત્ર વિરુદ્ધ ફરિયાદ

જોટાણામાં વૃક્ષો કાપી જવા મુદ્દે પિતા-પુત્ર વિરુદ્ધ ફરિયાદ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જોટાણાગામની સીમમાં આવેલા ખેતરમાંથી વૃક્ષો કાપી ચોરી ગયા બાદ બાબતે ખેતર માલિકે ઠપકો આપતાં જાનથી મારી નાખવાની ધમકી આપનાર પિતા-પુત્ર વિરુદ્ધ સાંથલ પોલીસ મથકે ફરિયાદ નોંધાતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

મહેસાણાના ગંજબજાર પાછળ રોયલ બંગ્લોઝમાં રહેતા અને જોટાણા ગામના વતની પ્રજાપતિ મનોજકુમાર ચંદુલાલના ગામની સીમમાં આવેલા ખેતરમાંથી ગામના પટેલ વિનોદભાઈ ખીજડા, લીમડા જેવાં વૃક્ષો કાપીને ચોરી ગયા હતા. મનોજકુમારે અંગે તેમને ઠપકો આપતાં તેઓ ઉશ્કેરાઈ ગયા હતા અને અપશબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી મનોજકુમારે પટેલ વિનોદભાઈ સેંધાભાઈ તથા પટેલ કેતુલ વિનોદભાઈ વિરુદ્ધ સાંથલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે વૃક્ષ છેદન ધારા તથા ચોરી અંગેનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...